તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધિ:આણંદમાં મહિલા આત્મનિર્ભર યોજનાની સિદ્ધિ ,196 સખી મંડળ થકી રૂ. 19.60 કરોડનું ધિરાણ કરવામાં આવ્યું

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં 4 હજારથી વધુ મહિલા સખી મંડળ થકી બહેનો આત્મનિર્ભર બન્યાં
  • મહિલા સખીને આપેલી રકમમાંથી સભ્યદીઠ 10 હજારનું ધિરાણ કરવામાં આવે છે
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના કાર્યરત

આણંદ જિલ્લામાં મહિલાઓની આર્થિક તથા સામાજિક પ્રગતિને ધ્યાનમાં રાખીને મહિલા સખી મંડળની રચના થઈ છે. આ સખી મંડળને પગભર કરવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત 196 મહિલા સખી મંડળોને 1 લાખ લેખે ધિરાણ કરવામાં આવ્યું હોવાનું આણંદ જિલ્લા પંચાયત મિશન મંગલમ વિભાગે જણાવ્યું હતું.

આણંદ જિલ્લામાં હાલ 4 હજારથી વધુ મહિલા સખી મંડળની રચના થઈ છે. જેમાં કોરોનાની મહામારી બાદ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવા માટે યોજના શરુ કરવામાં આવી છે. જેમાં એક મહિલા મંડળને 1 લાખનું ધિરાણુ આપવામાં આવે છે. જિલ્લા પંચાયત મિશન મંગલમના બીનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પશુપાલન, ખેતી વિષયક અને ગૃહઉદ્યોયોગને વધુ કાર્યશીલ બનાવા તથા તેમાં આવતી આર્થિક સમસ્યાનું નિરાકરણ થાય તે હેતુ મહિલા સખીને આપેલ રકમમાંથી સભ્યદીઠ 10 હજારનું ધિરાણ કરવામાં આવે છે. આ પધ્ધતિથી જિલ્લામાં અગાઉ 96 અને ત્યારબાદ 100 મળીને કુલ 196 મહિલા સખી મંડળને 1 લાખ લેખે કુલ રૂ. 19.60 કરોડનું ધિરાણ કરાયું હતું.

મહિલા અને બાળ વિકાસ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના કાર્યરત કરવામાં આવી છે. તેમનો ઉદેશ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લીમીટેડના મેમોરેન્ડમ ઓફ આર્ટીકલ્સમાં મહિલાઓના આર્થિક તેમજ સામાજિક વિકાસ માટે જરુરીયાત મુજબની સહાય, તાલીમ આપી તેમને આર્થિક અને સામાજીક ક્ષેત્રે, સ્વૈચ્છિક કાર્યરત સંસ્થાઓના સહયોગથી ઝડપભેર અમલ કરવાનો છે.

21થી 50 વર્ષ સુધીની કોઈપણ મહિલા યોજનાનો લાભ મેળવી શકશે

મહિલા આત્મનિર્ભય યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં કુટુંબની વાર્ષિક આવક 1.50 લાખ સુધીની અને ગ્રામ વિસ્તારમાં 1.20 લાખ સુધીની હોય તેવી 21 થી 50 વર્ષ સુધીની કોઈપણ મહિલા યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનામાં પ્રોજેક્ટ કોસ્ટ અને મહત્તમ રુપિયા 10 હજાર બેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સબસીડી નક્કિ કરવામાં આવે છે.

મહિલા સ્વાવલંબન યોજનામાં ૨૫ કેસમાં લોન અને સબસીડીનો લાભ અપાયો

મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત વર્ષ 2020-21માં કુલ 60 અરજી આવી હતી. જેમાંથી 40 મા બેંક પ્રક્રિયા કાર્યતર છે. જેથી મંજુર થયેલ 20 કેસને રૂપિયા 31.61 લાખની લોનની રકમ આપવામાં આવી હતી જેમાં 2.95 લાખ સબસિડી પેટે ચૂકવવામાં આવ્યા છે. વર્ષ 2021-22માં જુલાઈમાં 26 રરજીઓ આવી હતી જેમાંથી પાંચ કેસ મંજુર કરવામાં આવ્યા હતા. જેમને 7.85 લાખનું ધિરાણ કરાયેંલ છે.

અન્ય સમાચારો પણ છે...