કાર્યવાહી:મોટી શેરડી યુવકની હત્યાના આરોપીઓ ત્રણ દિ’ના રિમાન્ડ પર

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના મોટી શેરડીમાં આડા સંબંધને પગલે યુવકની હત્યા કરવાના બનાવમાં પાંચ આરોપીઓના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ મંગળવારે તમામને કોર્ટમાં રજૂ કરી ભાદરણ પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બીજી તરફ સમગ્ર બનાવમાં બે આરોપી પૈકી ધર્મેન્દ્રસિંહ અમરસિંહ સિંધાને પોલીસે દહેવાણ ખાતેથી દબોચી લીધો હતો. જોકે, હજુ પણ હત્યામાં સંડોવાયેલો કંકાપુરા ખાતે રહેતો ખોડુ પ્રભાતસિંહ પરમારને પકડવાનો બાકી છે. પોલીસે પત્ની દક્ષા ઉપરાંત તેના પ્રેમી અર્જુન ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર, ઘનશ્યામ ભાઈલાલ પરમાર, તેમના મિત્ર કુલદીપસિંહ ઉર્ફે કુદો દિલીપસિંહ પરમાર, લાલજી અરવિંદ ઉર્ફે અનુ પરમારની ધરકપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...