તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઉમેટા પાસેથી અપહરણના ગુનાનો આરોપી ઝડપાયો, સગીરાને લગ્નની લાલચ આપી હતી

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

આંકલાવ તાલુકાના ઉમેટા પાસેથી આંકલાવ પોલીસે બાતમીના આધારે અપહરણના ગુનાના આરોપીને તેમજ સગીરાને ઝડપી પાડ્યા હતા. આરોપીની પોલીસે ધરપકડ કરી, સગીરાને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદ તાલુકાના બનેજડા ખાતે રહેતો નરેશ ચમીન ઠાકોર લગ્નના ઈરાદે સગીરાને પટાવી-ફોસલાવી ભગાડી ગયો હતો. દરમિયાન, આ અંગેની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ તેની તપાસ કરી રહી હતી. ત્યારે બંને જણાં આંકલાવથી ઉમેટા થઈ વડોદરા તરફ જતા હોવાની ચોક્કસ બાતમી આંકલાવ પોલીસને મળી હતી.

જેને પગલે પોલીસે વોચ ગોઠવી બંને જણાને ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસે શખ્સની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી સગીરાને પટાવી-ફોસલાવી લગ્નની લાલચ આપીને ભગાડી જવાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. મોટાભાગના કેસમાં યુવકો દ્વારા સગીરાઓને લઈ ગયા બાદ તેમના વિરૂદ્ધ મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો