તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ખંભાતની બેન્કમાંથી રૂા.1.5 કરોડની ઉચાપતનો આરોપી નવ વર્ષે ઝડપાયો

આણંદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બેન્કના ખોટા વાઉચર બનાવી લોન અધિકારીએ ઉચાપત કરી

ખંભાતની બેન્કમાંથી ખોટા વાઉચર બનાવી રૂપિયા દોઢ કરોડની ઉચાપત કરનારા લોન અધિકારીને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે નવ વર્ષ બાદ આણંદ શહેર પાસેની સામરખા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરીને ખંભાત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.ખંભાતમાં ધ હિન્દુ મર્ચન્ટ કો ઓપરેટીવ નામની બેન્ક આવેલી હતી. જેમાં વર્ષ 2012માં ખંભાતના વડા વાસુદેવની પોળ ખાતે રહેતા જયેશ પ્રવિણચંદ્ર શાહ (હાલ ઉમર 64) લોન સેક્શનમાં લોન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.

એ સમયે તેમણે ખોટાં વાઉચર બનાવી રૂપિયા દોઢ કરોડની ઉચાપત અાચરી હતી. દોઢ કરોડની ઉચાપત થતાં જ સમગ્ર ખંભાત પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. વધુમાં આટલી મોટી રકમની ઉચાપત થતાં જ બેન્કનું ઉઠમણું પણ થયું હતું. એ સમયે ખંભાત શહેર પોલીસે જયેશ શાહ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ઉચાપત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. જોકે, ફરિયાદ નોંધાઈ એ સાથે જ તમામ આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. દરમિયાન પોલીસે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નહોતો.

બીજી તરફ હાલમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ ચોપડે જે આરોપીઓ છેલ્લાં કેટલાંય વર્ષોથી નાસતા-ફરતા હોય તેમને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. જેને પગલે પોલીસ દ્વારા આવા આરોપીઓનું લિસ્ટ તૈયાર કરાવી તેમને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં આરોપી જયેશ શાહ વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત વૈકુંઠ ચાર રસ્તા પાસે રહે છે અને તે અનેક વખત ખંભાતમાં અવર-જવર કરેે છે તેવી બાતમી મળી હતી.

દરમિયાન, સોમવારે શખ્સ વડોદરાથી આણંદ, સામરખા ચોકડી પાસે આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને પગલે પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો.પોલીસની પૂછપરછમાં કબુલાત કરતાં તેણે જણાવ્યું હતું કે, પોલીસ પકડથી બચવા છ માસમાં જ મકાન ખાલી કરી દેતો હતો અને મોબાઈલ નંબર પણ બદલી નાંખતો હતો.

હજુ ગુનામાં ત્રણ આરોપીઓ વોન્ટેડ
ઉચાપત અને છેતરપિંડીના ગુનામાં જયેશ શાહ સહિત અન્ય ચાર જણાં જેમાં બેન્કના મેનેજર અનિલ, અને અન્ય એક શખ્સ દિનેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમને પણ હજુ પકડવાના બાકી છે. જોકે, એવું કહેવાય છે કે, ચોથા એક આરોપીનું મૃત્યુ થઈ ગયું છે. જોકે, ચોથા આરોપીના મૃત્યુ અંગે પોલીસ પણ હાલમાં મૂંઝવણમાં છે કારણ કે તેના મૃત્યુ અંગેની કોઈ ઠોસ માહિતી પોલીસ પાસે નથી. જોકે, હાલમાં ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા અન્ય ત્રણેય આરોપીઓને દબોચી લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો