ફરાર કારચાલક હાથ લાગ્યો:ઉમરેઠમાં એક્ટીવા ચાલકને કચડી નાખનાર આરોપી ઝડપાયો, સીસીટીવી ફૂટેજના આધારે મળી સફળતા

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સપ્તાહ પહેલાના બનાવમાં કાર ચાલક એક્ટીવાને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો
  • સીસીટીવી કેમેરા તથા પોકેટ કોપ મોબાઇલની મદદથી ઝડપાયો આરોપી

એક સપ્તાહ પહેલા ઉમરેઠના ભાટપુર ખાતે રહેતા વ્યક્તિની એક્ટીવાને અજાણી કારે ટક્કર મારતાં એક્ટીવા ચાલકનું મોત નીપજ્યું હતું. સપ્તાહ પહેલા બનેલા આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. જેને પોલીસે સીસીટીવી ફુટેજ આધારે પકડી કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરેઠના ભાટપુરા ખાતે રહેતા સુરેશભાઈ ભીખાભાઈ વાળંદ 7મી ફેબ્રુઆરીના રોજ એક્ટીવા લઇને જતા હતા. તે સમયે અજાણી કારે પાછળથી ટક્કર મારતાં તે ફંગોળાયા હતાં અને તેમને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી કેમેરા તથા પોકેટ કોપ મોબાઇલના ઉપયોગથી અકસ્માત કરી ભાગી જનારું અજાણ્યું વાહન જીજે 38 બીએ 1010 નંબરની કાર હોવાનું ખુલ્યું હતું. જે કાર નંબરના આધારે પોલીસ તેના ચાલક અસલમ મુખ્તાર કુરેશી (રહે.યુપી) સુધી પહોંચી હતી અને તેને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...