માતાની નજર સામે જ પુત્રનું મોત:આણંદમાં ડમ્પર ચાલકે અક્ટિવાને ટક્કર મારતા અકસ્માત, યુવકનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા અને પુત્ર એક્ટિવા લઈને બેસણામાં જતા સમયે અકસ્માત નડ્યો

આણંદ તાલુકાના વાસદ બ્રિજ નજીક આણંદ તરફ આવવાના રોડ ઉપર ગુરુવારે ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાસદ પોલીસે ડમ્પર ચાલક વિરુધ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક્ટિવા ડમ્પર નીચે ઘુસી ગયું હતું
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તાલુકાના વાસદ ગામ નજીક આવેલા રાજુપુરાના ભાગવત નગરમાં રહેતો 24 વર્ષીય યુવક કમલેશ ઉફે કિશન હિંમતસિંહ પરમાર ગુરુવાર સવારના સમયે પોતાની માતા હંસાબેનને એક્ટિવા ઉપર બેસાડી બન્ને વડોદ ગામમાં બેસણામાં જતા હતા. તેઓ અગિયાર વાગ્યાના સમયે વાસદ ઓવર બ્રિજ હોટલ નજીક આણંદ તરફ જવાના રોડ ઉપરથી પસાર થતા હતા. તે સમયે આવી ચઢેલા ડમ્પર ચાલકે ટક્કર મારતા એક્ટિવા ડમ્પર નીચે ઘુસી ગયું હતું.
પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ અકસ્માતમાં એક્ટિવા ચાલક કમલેશ પરમારને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈને લોકો ભેગા થઈ ગયા હતા. તેઓએ આ ઘટનાની જાણ વાસદ પોલીસને કરતા વાસદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતક યુવક કમલેશના મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે વાસદ પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...