અકસ્માત:અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આણંદના આંકલાવડી પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક પાછળ બીજું વાહન ઘૂસી ગયું અને ત્યારબાદ એક બીજા સાથે અન્ય વાહનો પણ અથડાયા

આણંદથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પણ આંકલાવડી સીમ પાસે એક સાથે 4 વાહનોનો અકસ્માત થતા દોડભાગ મચી હતી. બે ટ્રક, આઇસર અને બોલેરો પિકઅપ વાન વચ્ચે અકસ્માત થયો હતો. આણંદથી વડોદરા તરફ જતી લેન ઉપર એક પાછળ બીજું વાહન ઘૂસી જતા અકસ્માત અને ત્યારબાદ એક બીજા સાથે અન્ય વાહનો પણ અથડાયા હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી.

આ ખતરનાક અકસ્માત માં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જે ઇજાગ્રસ્તોને વડોદરા એસ.એસ.જીમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ અકસ્માતમાં ટ્રકમાં ફસાયેલા ટ્રક ડ્રાઇવર અને ક્લીનરને ભારે જહેમત બાદ સહી સલામત હાઇવે પેટ્રોલિંગની ટીમે બહાર કાઢ્યા હતા.

આ ભારે અકસ્માતને પગલે આણંદથી વડોદરા જતો ટ્રાફિક 30 મિનિટ સુધી બંધ રાખવામાં આવ્યો હતો. જે બાદ અકસ્માત ગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડીને ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...