રોષ:ગણેશ સ્થાપના સ્થળે બેનરનું ના કહેતા ABVPનો હોબાળો

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિ.ના હ્યુમેનિટીસ બિલ્ડિંગનો બનાવ

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના હ્યુમેનિટીસ બિલ્ડિંગમાં ગણેશ સ્થાપના સ્થળે બેનર ન લગાડવાનું કહેતા એબીવીપીઅે હોબાળો કર્યો હતો. યુનિવર્સિટી અને વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવી હતી. જ્યાં એબીવીપી દ્વારા બેનર લગવામાં આવ્યું હતું તે બેનર કોઈ ત્રાહિત દ્વારા ઉતારી લેતા એબીવીપી દ્વારા શુક્રવાર રાતે 9 વાગ્યાની આસપાસ હોબાળો મચાવ્યો હતો.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે સરદારની પ્રતિમા આગળ કાચની બોટલ ફોડવામાં આવી હતી. તે દરમિયાન યુનિવર્સિટીના કાર્યકારી વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર વગેરે સભ્યો તુરંત દોડી આવ્યા હતા. આગામી દિવસોમાં નેકની વિઝિટ હોવાથી મામલો મિડીયા સમક્ષ ન પહોંચે તે માટે તુરંત જ સાફ સફાઇ કરી મામલો રફેદફે કરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે એબીવીપીના કાર્યકરો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સરદારની પ્રતિમા આગળ તેઓ દ્વારા કોઈ તોડફોડ કરવામાં આવી નથી પરંતુ યુનિવર્સિટી દ્વારા પણ બેનર ન લગાડવાનું કહેવાયું હતું જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે કા. કુલપતિ ડૉ. નીરંજન પટેલે નિવેદન આપતા મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...