આણંદની જગ પ્રસિદ્ધ શિક્ષણનગરી વિદ્યાનગર અસમાજિકતા વધી રહી છે.શિક્ષણનગરી વિદ્યાનગરમાં છેલ્લા કેટલાક સમયથી એકલ દોકલ વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી લૂંટી લેવાના બનાવો બની રહ્યા છે.તો બીજી તરફ વિદ્યાર્થીનીઓને છેડતીના બનાવો પણ વધી રહ્યા છે.સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાને લઈ નગરમાં ગુંડા તત્વો રોફ જમાવી રહ્યા છે.આવા ગુંડા તત્વોને પકડી કડક કાર્યવાહી કરવા એબીવીપી દ્વારા માગણી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાનગરમાં પ્રસરી રહેલ અરાજકતા અને અસમાજિકતા વિરુધ્ધ વિદ્યાર્થી અને વિદ્યાર્થી સંગઠનો એકજુથ થયા છે.વિદ્યાનગરમાં વિદ્યાર્થીને છરી મારી લૂંટ ની ચકચારી ઘટના બાદ વી.પી.સાયન્સ કૉલેજ માં વિદ્યાર્થીનીની છેડતીની ઘટનાએ વિદ્યાર્થી સંગઠનોને આંદોલિત કર્યા છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા વલ્લભ વિદ્યાનગરની V.P.સાયન્સ કૉલેજ માં તથા ચારુતર વિદ્યા મંડળ માં વિદ્યાર્થીનિ ની છેડતી ના વિરોધમાં આજ રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું અને માંગ કરવામાં આવી કે આવા તત્વો કે જે ભણવા નહિ પરંતુ લુખ્ખાગિરિ ગુંડાગિરિ કરવા આવે છે તેઓ પર તાત્કાલિક અંકુશ લાગે અને ભવિષ્ય માં આવી ધટના ન બને તે માટે સખ્ત માં સખ્ત નિયમ બનાવે તેવી માંગ કરવામાં આવી છે.
મહત્વનું છે કે શિક્ષણનગરી વિદ્યાનગરમાં મોટી સંખ્યામાં બહારથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. તેઓ ઉજજવળ ભવિષ્ય માટે અભ્યાસ હેતુ પરિવારથી દુર રહે છે. બીજી તરફ ચોર, લૂંટારા અને ગુંડા તત્વો દ્વારા વિદ્યાર્થીઓને હથિયાર બતાવી મારી નાંખવાની ધમકી આપી લૂંટ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આવી લૂંટ - ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે, આ બાબત તંત્રની બેદરકારી દર્શાવે છે. બહાર ગામથી આવવાના કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓ આવા ગુંડા તત્વોથી ડરીને તથા પોતાના બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઇ પણ પ્રકારની ફરિયાદ કરતા ડરે છે. જો આવી જ રીતે લાપરવાહી રહી તો વિદ્યા નગરી વિદ્યાનગરમાં વાલીઓ પોતાના બાળકને અભ્યાસ અર્થે મોકલવા કે કેમ ? તેની અસ્મંજસ્થા ઊભી થશે. જે વિદ્યાનગરની ગરિમાને નુકશાન પહોંચાડશે. આવા અસામાજીક તત્વો સામે પોલીસ તંત્ર અને યુનિવર્સિટી સંચાલક મંડળો દ્વારા સખત પગલાં લેવામાં આવે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે અર્થે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.