તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Abuse Of Partial Concessions, Religious Places Including Galateshwar, Dakor People Were Seen Flying Flags Of Social Distance

કોરોનાને આમંત્રણ:આંશિક છુટછાટનો દુરુપયોગ

આણંદ,નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગળતેશ્વર, ડાકોર સહિતના ધાર્મિક સ્થળો શ્રધ્ધામાં લોકો ભાનભુલી સોશિયલ ડિસ્ટનસીંગ ધજાગરા ઉડાડતા જોવા મળ્યા

કોરોના બીજી લહેરમાં એપ્રિલ -મે માસ દરમિયાન ચરોતરમાં બારે હાહાકાર મચી ગયો હતો. બે માસમાં એક વર્ષમાં ન નોંધાયા તેનાથી બે ઘણા કેસ નોંધાયા હતા. તેમ છતાં રાજય સરકારે 90 દિવસ બાદ આશિક છુટછાટ આપી પર્યટન સ્થળ સહિત ધાર્મિક મંદિરો ખુલ્લા મુકાતા ચરોત્તરવાસીઓ ભાનભુલીને કોરોના ત્રીજી લહેર સામે ચાલીને આમંત્રણ આપતાં હોય તેમ જાણે ગળતેશ્વર, ડાકોર, વડતાલ અને વહેરાખાડી ખાતે માનવ મહેરામણ ઉમટી પડયા હતા.

સોશિયલ ડિસ્ટનસિંગ બાજુએ હળસેલી ટોળે વળીને માસ્ક સહિતના નિયમોનું અવગણના કરીને કોરોના આમંત્રણ આપી રહ્યાં છે. ડોકટરો અને તજજ્ઞો કોરોના ત્રીજી લહેર વધુ ધાતક બને તેવી સંભાવના વ્યકત કરી છે.ત્યારે આશિક છુટછાટનો લોકો દૂર ઉપયોગ કરીને મજા માણવા નીકળી પળ્યા છે.જે આવનાર દિવસોમાં ભારે પડશે તેવી સંભાવના જાગૃત નાગરિકો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.

ડાકોર રણછોડજી મંદિર ખાતે રવિવારે વહેલી સવારથી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જેના કારણે મંદિરના પંટાગણમાં સોશિયલ ડિસ્ટનસિંગ ધજાગરા ઉડયા હતા અને માસ્ક પણ પહેર્યા ન હતા. આમ સામે ચાલીને કોરોના સંક્રમણનેે આમંત્રણ આપતાં જોવા મળ્યા હતા.

આણંદમાં કોવિડના નિયમોની ધરાર અવગણના
આણંદ શહેરમાં આશિક છુટછાટ મળતાં સુપરમાર્કેટ , ટુંકી ગલી, સરદાર ગંજ અને વિદ્યાનગર રોડ અને વિદ્યાનગર શહેરના બજારોમાં લોકોએ મોટીસંખ્યામાં ખરીદી માટે ઉમટી પડે છે. વેપારીઓ સહિત સૌ કોઇ કોવિડના નિયમોની અવગણના કરીને માસ્ક કે સોશિયલ ડિસ્ટનસિંગ જાળવ્યા વિના જ ધંધો કરે છે. તો ગ્રાહકો પણ મનફાવે તેમ ટોળે વળી ખરીદી કરતાં જોવા મળે છે.ત્યારે નિષ્ણાંતો માનવું છે કે આગામી દિવસો શાળા કોલેજો શરૂ કરવી હશે તો હજુ પણ આપણે કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે નહીં તો આવનાર દિવસો પુન:ઘરમાં કેદ થવાનો વારો આવશે.

અન્ય સમાચારો પણ છે...