આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી મીટીંગ શિક્ષક ભવન આંકલાવ ખાતે યોજાઈ હતી.જેમાં જૂની પેન્શન યોજના સંપૂર્ણ લાગુ કરવા અંગે ગુજરાત રાજ્ય સંયુક્ત કમૅચારી મોરચો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા09/05/2022ને સોમવારના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કાર્યક્રમને યોજવાની તૈયારી બતાવી છે. જયારે ખેડા જિલ્લામાંથી 2500 થી વધુ શિક્ષકો આંદોલનમાં જોડાનાર છે.
શિક્ષક સંઘની કારોબારી બેઠકમાં સંઘના પ્રમુખ વિક્રમસિંહ ઞરાસિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ અને આગામી દિવસોમાં આ આંદોલનને સફળ બનાવવા અંગેનું આયોજન કરવામાં આવ્યુ.જેમાં આણંદ જિલ્લામાં જુદાં જુદાં સંવઞૅમા ફરજ બજાવતા 3500 કરતાં પણ વધું કમૅચારીઓ આ ધરણાં કાર્યક્રમમાં જોડાશે.અને પોતાના હકની માઞણી કરશે તેમ જણાવ્યું હતું.
જે માંગ માટે ઞાધીનઞર મુકામે ધરણાં યોજવામાં આવશે.આંકલાવ ખાતે મળેલ આ બેઠકમાં આણંદ જિલ્લાના સંઘના મહામંત્રી પ્રવીણસિંહ રાજ સાથે હોદ્દેદારો અને મહિલા વિઞના હોદ્દેદારો તેમજ ઘટક સંઘના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા રહ્યા હતા.
નડિયાદ તાલુકામાંથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે 300 જેટલા શિક્ષકો ધારણામાં જોડાશે. અને યોજના લાગુ કરવાની માંગ સાથે દેખાવો કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જોડાનાર દરેક કાર્યકર કેસરી ટી-શર્ટ, ટોપી કે કેસરી પટ્ટી બાંધી અને હાથમાં પ્લેકાર્ડ લઇને જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ધરણામાં દેખાવ કરશે. મહત્વની વાત છેકે ગાંધીનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 50 હજાર થી વધુ શિક્ષકો ભેગા થનાર છે. ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો જોડાનાર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.