સહાય:પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતા અભયમે મદદ કરી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને દોઢ વર્ષના બાળક સાથે આણંદ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર પર મૂકવામાં આવી
  • પરિણીતા ડિલીવરી માટે આણંદ આવ્યા બાદ તેના ભાઈના ઘરે રોકાતા ત્રાસ ગુજારવામાં આવ્યો હતો

ઝાલોદની પરિણીતા ડિલીવરી માટે આણંદમાં આવ્યા બાદ તેના ભાઈ-ભાભીના ઘરે રોકાઈ હતી. પરંતુ ભાઈ-ભાભી દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી રાત્રિના સમયે તેને ઘરમાંથી કાઢી મૂકતાં આખરે તેણે મહિલા હેલ્પલાઈન અભયમની મદદ માંગી હતી. જેમાં અભયમની ટીમ તુરંત જ સ્થળ‌ પર પહોંચી ગઈ હતી અને તેને સહીસલામત આણંદ સ્થિત સખૅી વન સ્ટોપ સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ અંગે વાત કરતા અભયમ ટીમના કાઉન્સિલર હેપ્પી પરમારે જણાવ્યું હતું કે, 25 વર્ષીય પરિણીતા મૂળ ઝાલોદ ગામની હતી. તેને ડિલીવરી આવવાની હોય તે આણંદ ખાતે રહેવા માટે આવી હતી. દરમિયાન, ડિલીવરી થયા બાદ થોડો સમય તે તેના ભાઈ-ભાભીના ઘરે રોકાઈ હતી. પરંતુ ભાઈ-ભાભી દ્વારા અવાર-નવાર મ્હેણાં-ટોળાં મારવામાં આવતા હતા. જેને કારણે પરિણીતા કંટાળી ગઈ હતી. થોડો સમય તે તેની પિતરાઈ બહેનના ઘરે પણ રોકાઈ હતી. પરંતુ તેમના દ્વારા પણ ત્રાસ ગુજારવામાં આવતો હતો. દરમિયાન ભાઈ-ભાભીએ દોઢ માસના બાળક સાથે તેને પહેરેલે કપડે ઘરમાંથી બહાર કાઢી મૂકતા આખરે પરિણીતા રેલવે સ્ટેશને દિવસો પસાર કર્યા હતા. દરમિયાન તેણીએ ત્રાહિત વ્યક્તિના મોબાઈલ ફોન પરથી ફોન કરીને અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમ દ્વારા તુરંત જ સ્થળ પર પહોંચી જઈને પરિણીતાની આપવીતી જાણી હતી અને તેને સહીસલામત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મૂકવામાં આવી હતી.

છ દિવસ રેલવે સ્ટેશન પર પસાર કર્યા
મૂળ ઝાલોદ ગામની પરિણીતાના સાસરીયા પણ ખૂબ જ ગરીબ છે. તેમને આણંદ આવવું પોસાય તેમ ન હોય તેઓ આણંદ આવી શક્યા નહોતા. વધુમાં પરિણીતાના ભાઈ-ભાભી દ્વારા પણ તેને ઝાલોદ જવા માટે ભાડું આપવામાં આવ્યું નહોતું. જેને પગલે પરિણીતા આણંદથી ઝાલોદ જઈ શકી નહોતી. જેને પગલે તેણે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા બાદ ફરજીયાતપણે રેલવે સ્ટેશન પર દોઢ માસના બાળક સાથે છ દિવસ પસાર કર્યા હતા. અને ત્યાંથી માંગી-માંગીને ખાતી હતી.

અન્ય સમાચારો પણ છે...