તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આરોપ:ઓડમાં આવાસ સહાય ન મળતાં ત્યક્તાએ મહિલા આયોગના દ્વારે,ઉચ્ચ અધિકારીઓ બિભત્સ માંગણી કરતા હોવાનો આક્ષેપ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરેઠ તાલુકાના ઓડમાં રહેતી ત્યક્તાએ આવાસ સહાય ન મળતાં મુખ્યમંત્રી, મહિલા આયોગ, પ્રોદેશિક કમિશ્નર અને ભાજપ પ્રદેશ પ્રમુખને લેખિત રજૂઆત કરી ઘટતું કરવાની માંગ કરી છે. નોંધનીય બાબત તો એ છે કે, લોકોના ઘરમાં કામ કરી જીવન ગુજરાન ચલાવતી મહિલાએ ઉચ્ચ હોદૃા ધરાવતા લોકો તેની પાસે બિભત્સ માંગણી કરતા હોવાનો પણ લેખિત રજૂઆતમાં આક્ષેપ કર્યો છે.

ઓડની સુરીવાળી ભાગોળ સ્થિત ડાકોરાવાળ ખાતે રહેતા રેખાબેન મણીભાઈ પટેલે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેના પતિ દ્વારા તેને તરછોડી દેવામાં આવી છે. તેને સંતાનમાં પુત્ર છે. જીવન વીતાવવા તે લોકોના ઘરોમાં કામ કરે છે. તેના પિતા મણીભાઈ પટેલની માલિકીની નગરપાલિકા મિલકત 2107 આવેલી છે. જે મિલકતમાં તેઓ રહે છે. મિલકત ખૂબ જ ગંભીર સ્થિતિમાં હોય તેણી દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલી આવાસ સહાય યોજના માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ અરજી વિભાગ દ્વારા અરજી મંજૂર કરાઇ નથી. મિલકત મૃતકના નામે હોય વિભાગ દ્વારા મોતીભાઈના વારસોનું સંમતિપત્રકની માંગણી કરવામાં આવી હતી. જે વર્ષ 2018માં જ તેઓ દ્વારા જમા કરવામાં આવ્યું હતું. જોકે, આમ છતાં પણ તેમને આવાસ સહાય હજુ મળી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો