તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્દયતા:આણંદના વલાસણમાંથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું, જનેતાની શોધખોળ શરૂ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિદ્યાનગર પોલીસે અજાણી માતા સામે ગુનો નોંધી તપાલ હાથ ધરી

આણંદ તાલુકાના વલાસણ ગામના લવારીયા કુઇ વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. નવજાત શિશુને આવી નિર્દયી અવસ્થામાં મૂકી કોણ માં ભાગી ગઈની સંવેદના જનસમાજમાં ચિંતા પ્રસરાવી રહી છે. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે શિશુને ત્યજી દેનારા જનેતા સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે.

સમાજમાં અવનવા અને અણધાર્યા બનાવો જનમાનસની સંવેદનાઓને ઢંઢોળી જતા હોય છે.ખાસ કરીને જ્યારે કોઈ માતા પિતા કોઈ નવજાત શિશુને કુદરતના ખોળે છૂટું મૂકીને ભાગી જતા હોય છે. આણંદના વલાસણ ગામના નાના મહાદેવ પાછળ લવારીયા કુઇ વિસ્તારમાં રહેતા નિરંજનભાઈ રમેશભાઈ પટેલ શનિવારની નમતી બપોરના સુમારે ખેતરમાંથી ઘરે આવ્યાં હતાં.

આ સમયે ઘર સામે રોડની બાજુમાં ઝાડી –ઝાંખરા ખુલ્લી જગ્યામાંથી નાના બાળકનો રડવાનો અવાજ તેમના કાને પડ્યો હતો. તેઓએ અવાજની દિશામાં તપાસ કરતા ઝાડી – ઝાંખરમાં તાજુ જન્મેલું નવજાત બાળક બિનવારસી હાલતમાં પડેલ નજરે ચડ્યું હતું.

નિરંજનભાઈએ તુરંત પત્ની અને આસપાસના લોકોને જાણ કરી હતી. સ્થાનિકોએ આ બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. બાદમાં આ બનાવ અંગે નિરંજનભાઈ પટેલે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...