તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આધારકાર્ડ, રેશનકાર્ડની કામગીરી 11મી પછી પૂર્વવત થઈ શકે છે : મા-કાર્ડની મુદત જુલાઈ સુધી લંબાવાઈ

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં માર્ચના અંતિમ સપ્તાહ બાદ કોરોના સંક્રમણ વધી જતાં જિલ્લા કલેકટર દ્વારા સંક્રમણને અટકાવવા માટે તમામ સરકારી કચેરી અને જનસેવા કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે જૂનમાં કેસ ઘટતા 60 દિવસ બાદ સરકારી કચેરી પુન :ધમધમતી થઇ છે. પરંતુ જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં ન આવતાં સામાન્ય જનતા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જનસેવા કેન્દ્ર સહિત કચેરીઓ બંધ હોવાથી મા-કાર્ડ, આધારકાર્ડ અને રેશનકાર્ડ સહિતની કામગીરી બંધ હતી. જો કે આગામી 11મી જૂનબાદ જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવનાર છે. હાલમાં રેશનકાર્ડમાં જરૂરી સુધારા વધારા ઇ-ધરા કેન્દ્ર ઓનલાઇન અરજી કરવાથી થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જયારે મા-કાર્ડની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આમ કોરોના કાર્ડ દરમિયાન આવશ્યક સેવા બંધ રહેલી આવશ્યક સેવાઓ ધીમે ધીમે શરૂ થતાં અરજદારોને રાહત મળશે.ગ્રામ પંચાયતમાં પણ ઇ-ધરા કેન્દ્ર પરથી રેશનકાર્ડમાં સુધારાસહિત કામગીરી થઇ શકશે. હાલ કઈકઈ સુવિધાઓ અને સેવાઓ પુન: ચાલુ કરવામાં આવી છે તે આ મુજબ છે.

રેશન કાર્ડ : નામકમી-ઉમેરવાની અરજી ઈ-ગ્રામ સેન્ટર પરથી થશે
જિલ્લામાં હાલમાં રેશનકાર્ડની કામગીરી કોરોનાના કારણે અટકી ગઇ હતી. પરંતુ જરૂરિયાતમંદ લોકો જેવા કે બિમારીમાં મા કાર્ડ કઢાવવું હોય કે વિદેશ જવા માટે રેશનકાર્ડમાં નામ દાખલ કરવાનું હોય તેવી કામગીરી ચાલતી હતી. દૈનિક પાંચેક અરજીઓનો નિકાલ કરવામાં આવતો હતો. જયારે 11મી પછી જનસેવા કેન્દ્ર શરૂ થતાં અન્ય તમામ પ્રકારની અરજી સ્વીકારવામાં આવશે, હાલમાં ગામડાના લોકોને નામ કમી કરવા કે ઉમેરવા માટે જિલ્લા સુધી આવું ન પડે તે માટે દરેક ગ્રામ પંચાયતમાં આવેલા ઇ-ગ્રામ સેવા કેન્દ્રોમાં રેશનકાર્ડ માટે ઓનલાઇન અરજીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઇન અરજી મળ્યા બાદ મામલદાર કચેરી ખાતે તેને મંજૂર કરવામાં આવશે. જરૂરી ફેરફાર કરી આપવામાં આવશે,તેમજ હાલ અનાજ વિતરણની કામગીરી ચાલી રહી છે. તેમ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલભાઇ બામણીયાએ જણાવ્યું હતું.

આરટીઓ : અગાઉ દૈનિક 250ની સામે ફકત 130 અરજીનો નિકાલ
આણંદ આરટીઓ અધિકારી દવેરાએ હતું કે આણંદ શહેર સહિત જિલ્લામાં લાયસન્સ, રજીસ્ટ્રેશન, દંડ, નામ ટ્રાન્સફર સહિતની આરટીઓને લગતી વિવિધ કામગીરી હાલ ચાલુ છે. કોરોનાની બીજી લહેર પહેલા દૈનિક 250થી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવતો હતો. હાલમાં સંક્રમમણ ફેલાવવાની ભીતીને પગલે દૈનિક 130 એપોઇમેન્ટ આપવામાં આવે છે. એપોઇમેન્ટના આધારે દરેક કામગીરી કરવામાં આવે છે. ખાસ કરીને પાકા લાયસન્સની કામગીરી 60થી વધુ થાય છે. આ ઉપરાંત નવા વાહનોના રજીસ્ટ્રેશન, નંબર વગેરેની કામગીરી એપોઇમેન્ટના આધારે કરવામાં આવે છે.તેમજ હાલમાં નવા ખરીદેલા વાહનોના રજીસ્ટ્રેશન સહિત નંબર પ્લેટની કામગીરી ધીમી ગતિ ચાલી રહી છે. કોરોનાનું સક્રમણ હળવુ થતાં તમામ કામગીરી પુર્વવત કરવાની દિશામાં પણ વિભાગ દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

મા કાર્ડ : એક માસથી કામગીરી બંધ જૂના કાર્ડની મુદત 31મી જુલાઇ સુધી
જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા મા -કાર્ડની કામગીરી છેલ્લા એક માસથી બંધ કરી દેવામાં આવી છે. કારણ કે સરકાર દ્વારા મા-કાર્ડની કામગીરી જે એજન્સી આપવામાં આવી હતી તેની એજન્સી રદ કરી દીધી છે. તેની જગ્યાએ જે તે સિવિલ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલમાં કાઢી આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. સરકારી દવાખાનામાં તે માટે જરૂરી સોફટવેર ઉપલબ્ધ કરાવ્યા નથી.તેના કારણે છેલ્લા એક માસથી મા-કાર્ડ અને મા-અમૃતમ વાત્સલય કાર્ડની કામગીરી અટવાઇ છે. મા-કાર્ડ માટે એક કુટુંબની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી હોય તેવા પરિવારનો લાભ મળે છે. બુધવારે સરકારે નવી જાહેરાત કરી છે. હવે કુંટુંબ દીઠ નહીં પણ ઘરના દરેક સભ્ય દીઠ મા-કાર્ડ આપવામાં આવશે. મા કાર્ડ કાઢવા માટે સરકારી હોસ્પિટલોમાં કોઇ જ વ્યવસ્થા નથી.તેના કારણે હાલ તો જૂના મા કાર્ડની મુદત 31મી જુલાઇ સુધી લંબાવવામાં આવી છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

જનસેવા કેન્દ્ર : 11મી જૂનથી તાલુકાના તમામ કેન્દ્રો શરૂ થશે
જનસેવા કેન્દ્ર 60 દિવસથી બંધ હોવાથી લોકોના કામ અટકી ગયા હતા. જેના કારણે રેશનકાર્ડ, આધારકાર્ડ ,આવકના દાખલા, એફિડેવીટ સહીત કામગીરી બંધ છે. હાલમાં શાળા કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે.ત્યારે વિદ્યાર્થીઓને આવકદાખલા,જાતનિા દાખલા વગેરેની જરૂર પડે છે. હાલમાં જનસેવા કેન્દ્ર બંધ હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. આ ઉપરાંત અન્ય સેવાકિય કામગીરી લગતી પુન: શરૂ કરવામાં આવનાર છે. તમામ જનસેવાની લગતી કામગીરી શરૂ થતાં જનતાના બે માસથી અટવાયેલા કામનો નિવેડો આવશે જેથી જનતા રાહત થશે. જિલ્લા અધિક કલેકટરની યાદીમાં 11મી જૂનથી તાલુકાના તમામ જનકેન્દ્રો શરૂ થશેનું જાહેર કરાયું છે. કોરોન સંક્રમણ ઘટતા હવે જનહિતને ધ્યાને લઇને જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...