ઉમરેઠના ખાનકુવા ગામ પાસે બાઇક પર પસાર થઇ રહેલા યુવકને પાછળથી કારે ટક્કર મારતા તે ફંગોળાઇ રસ્તા પર પટકાયો હતો. જ્યાં તેને ગંભીર ઇજા પહોંચતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે ભાલેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વણસોલના હેરામરાજપુરા ગામે રહેતા સુનીલ ચાવડાના બનેવી દશરથસિંહ જયેન્દ્રસિંહ ચૌહાણ (રહે.પોઇચા) ખાનગી કંપનીમાં ફરજ બજાવતાં હતાં. તેઓ 13મીના રોજ સવારે હેમરાજપુરા આવ્યાં હતાં અને રાત રોકાયા બાદ બીજા દિવસે પરત પોઇચા જવા બાઇક લઇને નિકળ્યાં હતાં.
આ દરમિયાન ખાનકુવાથી ઓડ તરફના રસ્તા પરથી પસાર થતાં હતાં તે સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકની બેદરકારીથી બાઇક હડફેટે ચડી ગયું હતું. જેના કારણે દશરથસિંહને ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું. આ અંગે સુનીલની ફરિયાદ આધારે ભાલેજ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.