તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સામરખા ચોકડી નજીક બસની ટક્કરે યુવકનું મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

આણંદ-ભાલેજ રોડ પર સમાચાર બ્રીજ પાસે બુધવારા રાત્રે લકઝરી બસની અડફેટ અજાણ્યો ભિખારી જેવા શખ્સનું મોત નિપજયું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.નેશનલ હાઇવે નં 48 પર સામરખા ચોકડી બ્રીજ નીચેથી પૂરઝડપે પસાર ભાલેજ તરફથી આવી રહેલી લકઝરી બસે રોડ ક્રોસ કરી રહેલા એક અજાણ્યા ભિખારીને ટક્કર મારતાં રોડ પર પટકાયો હતો.

તેની પર લકઝરી બસનું ટાયર ફરી વળતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજયું હતું.આ બનાવની જાણ થતાં આણંદ શહેર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મરનાર શખ્સનો મૃતદેહ પી.એમ માટે આણંદ નગરપાિલકા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તેમજ પોલીસે લકઝરી બસના ચાલક વિરૂદ્ધ ગુનો દાખળ કરીને આગળની તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો