તપાસ:મેડીટેશન માટે આવેલો અમદાવાદનો યુવક વાસદમાંથી ગુમ થતા ફરિયાદ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 દિ’ અગાઉ આશ્રમમાં આવ્યો હતો, ચોથી સપ્ટેમ્બરે નીકળ્યો હતો
  • પોલીસ તપાસમાં છેલ્લું લોકેશન વાસદ રેલવે સ્ટેશનનું આવી રહ્યું છે

આણંદ સ્થિત વાસદ ગામના આંકલાવડી ખાતે આવેલા શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં મેડિટેશનમાં ભાગ લેવા આવેલો અમદાવાદનો 33 વર્ષીય યુવક ત્રણ દિવસ અગાઉ રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં વાસદ પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકનું છેલ્લું લોકેશન વાસદ રેલવે સ્ટેશન આવી રહ્યું છે.

આ અંગે વાત કરતાં વાસદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રૂપાભાઈ નાગોલે જણાવ્યું હતું કે, અમદાવાદના નવા નરોડા વસંત િવહાર સ્થિત સ્વામીનારાણય પાર્ક ખાતે રહેતો 33 વર્ષીય સમીર નરેન્દ્ર ઓઝા વીસ દિવસ અગાઉ આંકલાવડી સ્થિત શ્રીશ્રી રવિશંકરના આશ્રમમાં મેડિટેશન માટે આવ્યો હતો. તેના ભાઈ દિપેશ નરેન્દ્ર ઓઝાની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે થોડાં કેટલાંય સમયથી ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. એ પછી તેને કોઈએ સલાહ આપ્યા બાદ તે અહીં સેન્ટરમાં આવ્યો હતો.

સેન્ટરમાં થોડો સમય ગાળ્યા બાદ ગત ચોથી સપ્ટેમ્બરના રોજ તેનો કોર્સ પૂરો થતાં તે અમદાવાદ જવા માટે વાસદ રેલવે સ્ટેશને આવ્યો હતો. જ્યાં રેલવે સ્ટેશને તેનું છેલ્લું લોકેશન આવી રહ્યું છે. એ પછી તે અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. જેનો આજદિન સુધી કોઈ પત્તો મળી રહ્યો નથી. તે તેની વિધવા માતા સાથે રહેતો હતો, અને અપરણિત છે. વાસદ પોલીસ દ્વારા હાલમાં યુવકના ફોટોગ્રાફ્સ નજીકના પોલીસ સ્ટેશનમાં મોકલી તેની શોધખોળ હાથ ધરવાનાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...