તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કરમસદની હોટલમાં કામ કરતાં યુવકે ફાંસો ખાધો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

આણંદ પાસેના કરમસદમાં હોટલમાં કામ કરતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પંખામાં દોરીનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ સંદર્ભે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કરમસદ મેડિકલ પાસે એકાદ મહિના પહેલાં ડાઈનીંગ જંક્શન નામની નવી હોટલ શરૂ થઈ હતી. જેમાં રાજેન્દ્ર ચૌહાણ નામનો રાજસ્થાની યુવક કામ કરતો હતો. તે ત્યાં જ રહેતો હતો. દરમિયાન, બુધવારે સાંજે તેની સાથે રહેતા અન્ય કર્મીઓ હોટલ પર કામ કરતા હતા એ સમયે તેણે સાંજના સાત આઠ વાગ્યાની આસપાસ ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ તેમને થતાં તેમણે વિદ્યાનગર પોલીસને જાણ કરી હતી. મૃતક તેમની પાછળ‌ કોઈ સ્યુસાઈડ નોટ છોડી ગયો ન હોય મોતનું કારણ અકબંધ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...