હત્યા કે આત્મહત્યા?:અંકલાવના આસોદર ગામના બસ સ્ટેન્ડ પાસેથી બેભાન હાલતમાં યુવક મળી આવ્યો, સારવાર દરમિયાન મોત

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંકલાવના આસોદર ગામના બસ સ્ટેન્ડ પાસે બેભાન હાલતમાં મળેલા યુવકનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે આંકલાવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તેની ઓળખ માટે ચક્રોગતિમાન કર્યાં છે. આસોદર ગામના બસ સ્ટેન્ડ પાસે 6ઠ્ઠી જાન્યુઆરી,ના રોજ 40 વર્ષિય આશરાનો યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે કોઇએ 108ને જાણ કરતાં એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને યુવકને સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે વડોદરા હોસ્પિટલ દ્વારા આંકલાવ પોલીસને જાણ કરતાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તેની ઓળખ માટે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત યુવકના મૃત્યુંનુ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ અર્થે મૃતદેહ મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...