તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હોટલમાંથી ટ્રક ચાલકોના પર્સ તફડાવનારો યુવક ઝડપાયો

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તારાપુરની હોટલમાં એક અઠવાડિયાથી ચોરી કરતો હતો

તારાપુર ખાતે અસગરઅલી રહીમભાઈ સુણસરા તારાપુર હાઈવે પર હોટલ એપેક્ષ ચલાવે છે. તેમની હોટલની કમ્પાઉન્ડમાં ટ્રક અને ટેમ્પા ચાલકો આવે છે. સામાન્ય રીતે તેઓ પોતાની ટ્રક પાર્ક કરી કમ્પાઉન્ડમાં આવેલા બાથરૂમમાં સ્નાન કરવા જતા હોય છે. આ ઉપરાંત દૂરથી આવતા કેટલાંક ટ્રક ચાલકો, ક્લીનર દ્વારા કપડાં ધોવામાં આવતા હોય છે. જોકે, છેલ્લાં એકાદ અઠવાડિયાથી અહીં આવતા ટ્રક ચાલક-ક્લીનર દ્વારા ચોરીની બુમરાણ ઉઠી હતી. જેને પગલે હોટલ સંચાલક દ્વારા સીસીટીવી મુકાવી તપાસ કરાવી હતી.

જેમાં પ્રતિદિન એક યુવક અહીં આવી ટ્રક ચાલક-ક્લીનર ન્હાવા જાય કે, કપડાં ધોતા હોય ત્યારે તેમના કપડાં ચોરી લઈ તેમાંથી પર્સ ચોરી લેતો હોવાનું ખૂલ્યું હતું. છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન યુવક હોટલના કમ્પાઉન્ડમાં બાઈક લઈને આવેલો જાેવા મળ્યો હતો. જેથી બીજા દિવસે આ યુવાન કમ્પાઉન્ડમાં આવતા અસગરઅલીએ તેને ઉભો રાખી તેનું નામ પુછ્યું હતું ત્યારે તે કરણ ઘનશ્યામ સોલંકી (રહે. ઈન્દ્રણજ) હોવાનું ખૂલ્યું હતું. સમગ્ર હકીકત હોટલ સંચાલકે પોલીસને જણાવ્યા બાદ ફરિયાદના આધારે તેના વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...