કાર્યવાહી:ચોરીના 17 મોબાઈલ વેચવા જતા પેટલાદનો યુવક ઝડપાયો

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચેઝડપી પાડ્યો

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આણંદ શહેરના યાદાદા કોમ્પલેક્ષ પાસેથી ચોરીના મોબાઈલ વેચવા આવેલા પેટલાદના યુવકને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 64 હજારની કિંમતના 17 મોબાઈલ કબજે કરી આગળની પૂછપરછ હાથ ધરી છે. પેટલાદના મલાવ ભાગોળ સ્થિત ધોબીકુઈ વિસ્તારમાં રહેતો કમલેશ ઉર્ફે ભોલો અશોક તળપદા છેલ્લાં કેટલાંય સમયથી ભીડભાડવાળી જગ્યાઓમાં હાજર રહીને નજર ચૂકવી મોબાઈલ સેરવી લેતો હોવાની બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.

દરમિયાન, ચોરેલા મોબાઈલ સાથે તે યાદાદા કોમ્પલેક્ષમાં વેચવા આવતો હોવાની ચોક્કસ બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેને પગલે પોલીસે વોચ ગોઠવી હતી. શખસ આવી પહોંચતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસે તેની પાસેથી 17 મોબાઈલ કબજે લીધા હતા. પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં ભીડભાડવાળી જગ્યામાં નજર ચૂકવી તે મોબાઈલ ચોરી લેતો હતો. જેમાં અત્યાર સુધીમાં જૂનાગઢ, દાહોદ, નર્મદા જિલ્લામાંથી મોબાઈલ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...