તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ખાનપુર મહિસાગર નદીમાં સ્નાન કરવા ગયેેલો નડિયાદનો યુવક ડુબી જતાં મોત

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હર્ષ પરમાર મિત્રો સાથે રવિવારે ખંભોળજ ચર્ચમાં દર્શન માટે આવતા હતા

આણંદ તાલુકાના ખાનપુર ગામેથી પસાર થતી મહિસાગર નદીમાં સ્નાન કરવા ગયેલા યુવકનું ડુબી જવાથી મોત નિપજયું હતું.તઆ બનાવ અંગે ખંભોળજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. નડીઆદનો રહીશ હર્ષ પરમાર (ઉ.વ.19) પોતાના મિત્રો સાથે દર રવિવારે ખંભોળજ ચર્ચમાં દર્શન કરવા માટે આવે છે. રવિવારે સવારે ચર્ચમાં દર્શન કર્યા બાદ મિત્રો સાથે ખાનપુર મહિસાગર નદીના કોતરોમાં આવેલ નદીના તટમાં સ્નાન કરવા ગયા હતા. ત્યારે મિત્રોએ ન્હવાની ના પાડી હતી. આ સમયે હર્ષ પરમાર નદીમાં સ્નાન કરવા માટે ગયો હતો.

ત્યારે અચાનકજ પાણીના ગરકાવ થતાં મિત્રો બચાવવાની કોશિષ કરી હતી. પરંતુ તેઓએ ખંભોળજ પોલીસને જણ કરતાં પોલીસે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ બે કલાકની જહેમત બાદ રેસ્કયુ કરીને હર્ષનો મૃતદેહ બહાર કાઢયો હતો. અને તેને નજીકના પીએચસીમાં પ્રાથમિક કેન્દ્રમાં મોકલી આપ્યો હતો.

હર્ષ મેડીકલ ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો
મહીસાગર નદીના આરામાં તણાઈ ગયેલો 19 વર્ષિય હર્ષ તેના પરિવારનો આશાસ્પદ મોભી હતો. તેના પિતા કલ્પેશભાઈ પરમારનું એકાદ વર્ષ પહેલા મૃત્યુ થયુ હતુ, તે મેડીકલની ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. તેમજ આગામી વર્ષોમાં હર્ષ પોતાના પરિવારનું સંચાલન કરવા સાથે ગુજરાન ચલાવવા માટે આશાસ્પદ યુવાન હતો. તેની વિધવા માતા અને નાની બહેનની પણ તેને જવાબદારીઓ લેવાની હતી.

ત્યારે આજે તે દર વખતની જેમ મહિનાના પ્રથમ રવિવારે મિત્રો અને પિતરાઈ ભાઈઓ સાથે ફરવા ગયો હતો પરંતુ કાળના મુખે તેને કોળિયો બનાવી લીધો હતો. આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા જ માથે આભ તૂટી પડ્યુ છે .

અન્ય સમાચારો પણ છે...