તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મની ફરિયાદ:મહુડીયાપુરાના યુવકે ભાઈ-મિત્રોની મદદથી યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહેળાવ પોલીસે ફરિયાદ ન લીધી, આખરે કોર્ટના આદેશ બાદ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો

પેટલાદ તાલુકાના એક ગામમાં 20 વર્ષીય યુવતી પરિવાર સાથે રહે છે. થોડાં સમય અગાઉ યુવતીને મહુડિયાપુરા-બામરોલી ખાતે રહેતો વિશાલ નારણ પરમાર સાથે પરિચય થયો હતો. પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. આખરે, વિશાલે યુવતીને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાનું જણાવ્યું હતું. વર્ષ, 2020માં સપ્ટેમ્બરમાં યુવકે તેની પાસેથી લગ્ન માટે ડોક્યુમેન્ટસ માંગ્યા હતા અને લગ્ન માટે ભાગી જવાનું કહ્યું હતું. શરૂમાં યુવતીએ આનાકાની કર્યા બાદ યુવકે આત્મહત્યા કરીને મરી જશે તેમ કહેતાં તે તૈયાર થઈ હતી. બીજી તરફ યુવતીએ વિશાલ પરમારને લગ્નના કાગળો બતાવવા જણાવતા કાગળો ખંભાત હોવાનું અને એક બે દિવસમાં મિત્રો કેતન છગન પરમાર અને વિજય નટુ પરમાર આપી જશે તેમ જણાવ્યું હતું.

8મી સપ્ટેમ્બર, 2020ના રોજ તેના ભાઈ વિજય અને મિત્ર કેતન પરમાર તેમજ વિજય પરમારની મદદથી યુવતીને ઘરેથી દાગીના અને રોકડ રકમ રૂપિયા 80 હજારની ઘરમાંથી ચોરી કરાવી ભગાડી ગયો હતો. તેણીને તે દ્વારકા ત્યાંથી રાજકોટ, અમદાવાદ, ડાકોર, વડોદરા, વડોદરાના ભણીયારા ગામ સહિતના વિસ્તારોમાં લઈ ગયો હતો. જ્યાં યુવતીને લગ્નના ખોટા સર્ટીફિકેટ બતાવી દુષ્કર્મ ગુજાર્યું હતું.

યુવતી વડોદરાના ભણીયારા ગામે વિશાલ પરમાર સાથે રહેતી હોવાની જાણ પરિવારજનોને થતાં તેઓ તેને પરત લઈ આવ્યા હતા. અને મહેળાવ પોલીસ મથકનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવવા ગયા હતા. મહેળાવ પોલીસે ફરિયાદ લીધી નહતી. આખરે યુવતી અને તેના પરિવારજનોએ પેટલાદ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતાં. કોર્ટના આદેશ બાદ આખરે મહેળાવ પોલીસે વિશાલ તેનો ભાઈ વિજય, મિત્રો કેતન છગન પરમાર, અને વિજય પરમાર વિરૂદ્ધ છેતરપિંડી, દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...