આણંદના અમીન ઓટો સ્થિત રેલવે ટ્રેક પાસેથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કેમિકલયુક્ત તાડી સાથે શખસને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના નામ-ઠામની પૂછપરછ કરતાં તે ભાઈલાલ રમણ ઠાકોર હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી તેની પાસેની મીણીયાની થેલીમાં તપાસ કરતા અંદરથી 27 નંગ પોલીથીનની પોટલીઓ મળી આવી હતી. જેમાં 110 રૂપિયાની મતાની 5 લિટર તાડી હતી. સાથે સાથે સફેદ-પીળાશ પડતો દાણાદાર પદાર્થ આશરે 200 ગ્રામ, સફેદ પદાર્થ સાઈટ્રીક એસીડ મોનો હાઈડ્રેડ તેમજ રોકડા 210 મળી આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.