પૂછપરછ:લક્ઝુરીયસ કેમેરા સાથે આણંદનો યુવક ઝડપાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 90 હજારના પાંચ કેમેરા કબજે કરાયા

આણંદમાં રહેતા યુવકને વિદ્યાનગર પોલીસે રૂપિયા 90 હજારની કિંમતના પાંચ કેમેરા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી સઘની પૂછપરછ હાથ ધરી છે.વિદ્યાનગર પોલીસે બાતમીના આધારે અમૂલ ડેરી રોડ પર રહેતા નિરવ ભરત રાઠોડને રૂપિયા 90 હજારની કિંમતના 5 લક્ઝુરીયસ કેમેરા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

જેને પગલે પોલીસે તેની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. જેમાં શખસ ભાડેથી અથવા તો મિત્રતામાં કેમેરા લાવ્યા બાદ તેને વેચી દેતો હતો અને તેના પર પૈસા લઈ લેતો હતો. હાલમાં પાંચ કેમરા પૈકી બે અમદાવાદ, એક નડિયાદ અને એક વડોદરાથી લાવ્યો હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...