ધરપકડ:માત્ર મંદિરોને ટાર્ગેટ કરી ચોરી કરતો આણંદનો યુવક ઝડપાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂછપરછમાં આણંદ-ખેડાના નવ ભેદ ખૂલ્યાં

આણંદમાં છેલ્લાં કેટલાક સમયથી મંદિરમાં ચોરી થવાની ફરિયાદો ઉઠતાં પોલીસ દ્વારા બાતમીદારોન સક્રિય કરીને તપાસ હાથ ધરાઈ હતી. જેમાં તપાસમાં આણંદનો યુવક મંદિરોને જ ટાર્ગેેટ કરી ચોરી કરતો હોવાનું ખૂલતાં પોલીસે તેને આણંદમાંથી જ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતાં તેણે આણંદ-ખેડા જિલ્લામાં કુલ નવ મંદિરમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

આણંદ શહેર પોલીસે ઝડપી પાડેલાં શખસ સાંઈબાબા મંદિર પાછળ આવેલા રબારીવાસ સ્થિત સૂર્યનગર સોસાયટીમાં રહે છે અને તેનું નામ તરૂણ નાગજી રબારી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી રૂપિયા 77 હજારનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતાં તેણે આણંદ ઉપરાંત, ખંભોળજ, વિદ્યાનગર, ઉમરેઠ, સોજિત્રા, વડતાલ, ઉત્તરસંડા, પેટલાદ અને માણેજના મંદિરોમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...