તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ટ્રેક્ટરમાંથી ડિઝલ ચોરી કરતો આમરોલનો યુવક ઝડપાયો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંકલાવ તાલુકાના અંબાલી ગામના પ્રતાપપુરા રોડ ઉપર 27 વર્ષીય કિરપાલસિંહ કિરીટસિંહ પઢીયાર રહે છે. શનિવારે રાત્રે તેઓ જમી પરવારીને સુઈ ગયા હતા. દરમિયાન, અચાનક તેઓ જાગ્યા હતા અને રાત્રે બે વાગ્યાની આસપાસ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં જોતાં તેમના ઘરના કમ્પાઉન્ડમાં એક યુવક ડોલ લઈને આવતો જોયો હતો. કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટ્રેકટરની ડિઝલની ટાંકી આગળ જઇ બોલ્ટ ખોલી ડિઝલ કાઢતો જણાયો હતો. જેને પગલે તેમણે તુરંત જ તેમના માતા-પિતા સહિત પરિવારજનોને જાગાડ્યા હતા.

પરિવારજનો બહાર આવતાં હતપ્રત થયેલો યુવક ભાગ્યો હતો. એટલે ઘરના પરિવારજનોએ તેનો પીછો કર્યો હતો. યુવક ભાગવા જતો હતો ત્યારે ભાગવા જતાં લાકડાનું થડીયું અથડાતાં તે પડી ગયો હતો. જેથી તેને પકડી લીધો હતો. તેનું નામ-ઠામ પૂછતાં તે આમરોલનો રહેવાસી અને ભગા પુનમ પરમાર હોવાનું જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે તેમણે આંકલાવ પોલીસને જાણ કરતા પોલીસે તેને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...