તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભાલેજમાં પગ લપસતાં તળાવમાં ડૂબી ગયેલા યુવકનું મોત નિપજ્યું, ઘોડાને તળાવ પાસે ન્હાવા માટે લઈ ગયોને ઘટના બની

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાલેજમાં રવિવારે સવારે ઘોડાને તળાવ પાસે ન્હાવા લઈ ગયેલા 18 વર્ષીય યુવક પગ લપસતાં તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. ભાલેજ ઠાકોરવગા પાસે આવેલા મોટા તળાવના કિનારે અરબાઝખાન એન. પઠાણ રહે છે. ઘોડાને લઇને રવિવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ તે ઘોડાને લઈને સ્નાન કરાવવા માટે તળાવ પાસે ગયો હતો. દરમિયાન, તેઓ સ્નાન કરાવી રહ્યા હતા. એ સમયે અચાનક તેમનો પગ લપસ્યો હતો. તળાવમાં ઊંડું હોય અને પાણીથી છલોછલ ભરેલું હોય યુવક ગરકાવ થઈ ગયો હતો.

આજુબાજુના વિસ્તારના સ્થાનિકોને આ અંગેની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. વાયુ વેગે વાત ફેલાઈ જતાં મોટી સંખ્યામાં તળાવ પાસે લોકોની ભીડ ઉમટી પડી હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર બ્રિગેડ અને ભાલેજ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તુરંત જ સ્થળ પર દોડી આવી હતી. જોકે, બીજી તરફ સ્થાનિક તરવૈયાએ જ હોડીની મદદથી શોધખોળ શરૂ કરી યુવકને શોધી કાઢ્યો હતો. જોકે, યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. એકનો એક દિકરો ગુમાવતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો