તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:આણંદના જાગનાથ રોડ પર ચાલુ બાઇકે ચક્કર આવતા યુવકનું મોત

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાલેજનો યુવક હાડગુડથી પરત ફરતી વખતે ઘટના બની
 • પ્રાથમિક તપાસમાં એટેકનો હુમલો થયો હોવાનુ ખુલ્યું

આણંદ શહેરમાં કૃષિ યુનિવર્સિટી થઈને હાડગુડ જવાના રોડ ઉપર જાગનાથ મહાદેવ નજીક ચાલુ બાઇકે ચક્કર આવતા પડી ગયેલા ભાલેજના બાઈકચાલકનું મોત નિપજ્યાનો બનાવ આણંદ શહેર પોલીસ મથકમાં નોંધાયો છે.ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે રહેતા તુલસીભાઈ વાલજીભાઈના નાના ભાઈ દિનેશભાઈ વાલજીભાઈ વાલ્મિકી (ઉ.વ-40) શનિવારે બપોરના અરસામાં પોતાનું બાઇક નંબર જીજે 23 બીઈ1065 લઈને આણંદ શહેરમાં જિલ્લા પંચાયત ભવન થઈને કૃષિ યુનિવર્સિટી- હાડગુડ તરફ જવાના રોડ ઉપરથી પસાર થતા હતા. ત્યારે બપોરના એક વાગ્યાના અરસામાં ચાલુ બાઇકે તેઓને કોઈ કારણોસર ચક્કર આવતા બાઈક ચાલક દિનેશભાઈ રોડ પર પટકાયા હતા.

જેમાં માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેઓનું મોત નિપજ્યું હતું. જેના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે તુલસીભાઈ વાલ્મિકીને આણંદ શહેર પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો