• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Young Man And A Young Woman Drowned In A Large Canal During The Immersion Of Dasham Idol In Anand's Sandesar Village, Their Bodies Were Found.

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો:આણંદના સંદેસર ગામમાં દશામાની મૂર્તિ વિસર્જન સમયે મોટી નહેરમાં યુવક અને યુવતી ડૂબ્યા, બંનેના મૃતદેહો મળી આવ્યા

આણંદ2 મહિનો પહેલા
  • યુવક-યુવતીના મોતના કારણે ગામમાં શોકનો માહોલ છવાયો

આણંદના સંદેશર ગામેથી પસાર થતી મોટી નહેરમાં મોડી રાત્રે ગમખ્વાર ઘટના બનતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.રાત્રીના દશામાંની મૂર્તિ વિસર્જન કરતા સમયે બે વ્યક્તિઓ ડૂબી જતાં મોત નીપજ્યું હોવાની ગામમાં શોકનું વાતાવરણ નિર્માણ થયું છે.

મૃતકો દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા આવ્યા હતા
પ્રાપ્ત માહિતી મુજબ આણંદના સંદેસર ગામે મોડી રાત્રીના સુમારે દશામાંની મૂર્તિના વિસર્જન સમયે મોટી નહેરમાં એક યુવક અને યુવતી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.મૂર્તિ વિસર્જન કરી પરત ફરતા બે વ્યક્તિ ન જણાતા સરપંચ દ્વારા આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ અંગે આણંદ ફાયર કર્મચારી નરેન્દ્રભાઈ પંડ્યાના જણાવ્યા અનુસાર ફાયર ટીમ આવ્યા અગાઉ સ્થાનિક તરવૈયાઓ પણ બન્ને યુવક યુવતીની બોડી શોધવા નહેરમાં ડૂબકી લગાવી હતી.જેઓને યુવતીનો દેહ મળી આવ્યો હતો જેને કરમસદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર ડોક્ટર દ્વારા તેણીને મૃત જાહેર કરાઈ હતી.જ્યારે યુવકના મૃતદેહ શોધવા ફાયર ટીમના તરવૈયાઓને ભારે જહેમત ઉઠાવી પડી હતી જે બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

સંદેશર ગામના સ્થાનિકો દ્વારા મૃતક યુવક અંકિતભાઈ મહેશભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું.આ કામગીરીમાં ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચનાથી ફાયર બ્રિગેડના જવાનો સહદેવ સિંહ રાઠોડ, ખતુભાઈ ચરપોટ, પ્રવિણસિંહ રાઠોડ, હિતેશ વસાવા, નરેદ્ર પંડ્યા, તુરંત જઇ નહેર માંથી મૃતદેહ કાઢી આપેલ હતો.

અન્ય સમાચારો પણ છે...