વિદ્યાનગરમાં આવેલી ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાં નોકરી કરતાં યુવકે મોડી રાત્રે દુકાનમાંથી જ પ્રિન્ટર, ઝેરોક્ષ મશીન સહિત સવા લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા નવીનતભાઈ રતીલાલ મિસ્ત્રીએ નિવૃત્તી બાદ વિદ્યાનગર ખાતે શહીદ ચોકમાં બાલ્વી કૃપા ઝેરોક્ષ અને સ્ટેશનરી નામની દુકાન શરૂ કરી હતી. આ દુકાન પર તેઓએ કચ્છના પ્રાગપર ગામનો વતની જગમલ ભરવાડ નામના યુવકને કામે રાખ્યો હતો. જગમલના કામથી નવનીતભાઈને વિશ્વાસ આવતા તેઓએ દુકાનની એક ચાવી તેને આપી હતી અને તે દુકાન ચલાવવા લાગ્યો હતો.
આ દરમિયાનમાં 20મી સપ્ટેમ્બરના રોજ સવારે નવીનતભાઈ દુકાને આવ્યાં હતાં, તે સમયે દુકાન બંધ હતી. આથી, જગમલને ફોન કરતા તે સ્વીચ ઓફ આવતાં હતાં. આથી, નવનીતભાઈએ જાતે દુકાન ખોલી જોયું અંદરથી ઝેરોક્ષ મશીન, પ્રિન્ટર, લેમિનેશન મશીન સહિત કુલ રૂ.1.26 લાખનો મુદ્દામાલ ગાયબ હતો. આ અંગે તપાસ કરતાં જગમલ ભરવાડ જ બધુ ચોરી ગયો હોવાનું તેમને જાણવા મળતાં તેઓએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જગમલ ભરવાડ સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.