ગેસ ગળતર:આણંદના કરમસદની ખાનગી કંપનીમાં એક કામદાર એસિડ ગેસના ગળતરથી બેભાન, સારવાર દરમિયાન મોત

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આણંદ તાલુકાના કરમસદ ગામમાં આવેલ નેશકો કંપનીમાં એસિડના વપરાશ સમયે ઉત્પન્ન થયેલ ઝેરી ગેસ શ્વાસમાં ભળી જતા કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીની હાલત ગંભીર બની હતી.જેનું બે દિવસની સારવાર દરમિયાન મોત નીપજવાના બનાવે અરેરાટી ફેલાવી છે. અહીં કામ કરતા કર્મચારીના પરિવારજનોમા શોક અને ડરનું વાતાવરણ નિર્માણ પામ્યું છે. આ અંગે વિદ્યાનગર પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી કેસની વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ તાલુકાના કરમસદ ગામ નજીક નેશકો કંપની આવેલી છે. આ કંપનીમાં આંકલાવ તાલુકાના ખડોલ(હ) ગામમાં રહેતા દીપસિંહ રઈજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 37 કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હતા.જેઓ 5 તારીખે નિયત સમય મુજબ ફરજ ઉપર હતા તે દરમ્યાન ઈન્ડસ્ટ્રીયલ કામે એસિડનો ઉપયોગ કર્યો હતો જે એસિડનો ગેસ તેમના શ્વાસમાં ભળી જ્યાં તેઓ અસહ્ય ગૂંગળામણ થતા બેસી પડ્યા અને બેભાન થઈ ગયા હતા.

આ ઘટનાને લઈને આજુબાજુના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને કંપનીના સુપરવાઇઝરને જાણ કરવામાં આવી હતી. જે બાદ બેભાન અવસ્થામાં દીપસિંહને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલત વધુ ગંભીર હોઈ વધુ સારવાર માટે કરમસદ હોસ્પિટલ જગ્યાએ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ મોતની ઘટનાએ અન્ય સાથી કર્મચારીઓમાં પણ ભય નો માહોલ ઉભો કર્યો છે.

આ બનાવ જાણ વિદ્યાનગર પોલીસને થતા પોલીસે અપમૃત્યુ નોઘ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.મૃતક યુવક દિપસિંહ સોલંકી પરિણીત હતો અને બે સંતાનોનો પિતા પણ હતો. આ ગમખ્વાર ઘટનાને લઈ પરિવારમાં પર આભ તૂટી પડવા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે તેમજ પરિવારમાં અને ગામમાં ઘેરો શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...