કારની ટક્કરે મોત:આણંદના વઘાસી પાસે કાર ચાલકે મજુરી કામ કરી પરત ફરી રહેલી મહિલાને અડફેટે લેતા મોત

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદના વઘાસી ગામે નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે જતી કારે રસ્તો ઓળંગી રહેલી મહિલાને ટક્કર મારતાં કરુણ મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
કાર ચાલકની બેદરકારીના કારણે અડફેટે ચડ્યાં
વઘાસી ગામના આઝાદ ચોકમાં રહેતા લાલજી ધનાભાઈ પરમારના બેન વિમળાબેન ધનાભાઈ પરમાર (ઉ.વ.50) ખેત મજુરી કરતા હતા. વિમળાબેન 7મીએ ખેતમજુરી ગયા હતા. તેઓ સાંજના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન વઘાસી પાસે નેશનલ હાઈવે પર અંબીકા પાઇપ બાજુમાં તેમને અકસ્માત નડ્યો હતો. આથી, લાલજી પરમાર તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આશરે સાંજના છ વાગ્યાના સુમારે વિમળાબેન ચાલતા રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે સમયે તેમને એક સફેદ કલરની કાર નં. (GJ 23 CB 5294)ના ચાલકની બેદરકારીના કારણે અડફેટે ચડી ગયાં હતાં. જેના કારણે ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે લાલજીભાઈની ફરિયાદ આધારે આણંદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...