તારાપુરમાં બસમાં ચઢવા જતી મહિલાનું બસ નીચે પડી જતાં કચડાઈને મોત નીપજ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશની મહિલા પરિવાર સાથે ભારત દર્શન યાત્રામાં નીકળી હતી. એ સમયે ઘટના બની હતી. ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલા બરગદડી ગામે રામ પ્રવેશ શ્રી નિવાસ મિશ્રા રહે છે. તેઓ ગત છઠ્ઠી જાન્યુયારીના રોજ પત્ની રામરતિ, બહેન સરોજની તથા કુટુંબીજનો સાથે ભારતદર્શન યાત્રા માટે નીકળ્યા હતા. તેઓ બનારસ, બિહાર, બંગાળ, ગંગાસાગર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રની યાત્રા કરી ગત ચોથીએ ગુજરાતમાં સોમનાથ મંદિર ખાતે જવા નીકળ્યા હતા.
દરમિયાન રાત્રે 11 વાગ્યે તેમની બસ તારાપુરની માયા હોટલ આગળ ચા પાણી માટે ઉભી રહી હતી. બસમાંથી બધા પેસેન્જર નીચે ઉતર્યા હતા. ત્યારબાદ ચા નાસ્તો કરી બધા બસમાં ચઢ્યા હતા. જેમાં રામપ્રવેશ બસમાં ચઢી ગયા હતા પરંતુ તેમની પત્ની રામરતિ બાકી રહ્યા હતા. જોકે, એ જ સમયે અચાનક ડ્રાઇવરે બસ સ્ટાર્ટ કરી દીધી હતી. જેને પગલે તેમના પત્ની ઉતાવળમાં બસમાં ચઢવા જતાં તેઓ નીચે પડી ગયા હતા અને તેમની ઉપર બસનું વ્હીલ ફરી વળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.