ધંધા ફુલ્યો ફાલ્યો:રૂપારેલમાં વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇ, પોલીસે 34 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ પાસેના રૂપારેલ ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મહિલા બુટલેગરને રૂપિયા 34 હજારના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી હતી.પોલીસે તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આધારભૂત સત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રૂપારેલ ગામ સ્થિત પ્રાથમિક શાળા પાછળ રહેતા મંજુલાબેન જનકભાઈ તળપદા છેલ્લાં કેટલાંય સમયથી વિદેશી દારૂનો વ્યવસાય કરતા હોવાની ચોક્કસ બાતમી વાસદ પોલીસને મળી હતી.

જેને પગલે પોલીસે મહિલાના ઘરે દરોડો પાડતાં તેના ઘરમાંથી રૂપિયા 34 હજારની કિંમતના 340 નંગ ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે મંજૂલાબેનની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં આ દારૂ તેમને દાહોદ ગામે રહેતા મુકેશ ડામોરે આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેને પગલે પોલીસે બંને સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. રૂપારેલમાં મોટા પાયે વિદેશી દારૂના ધંધા ફુલ્યો ફાલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...