અકસ્માત:પેટલાદના સંજાયા નજીક ટેમ્પાએ મહિલાને ટક્કર મારતાં સારવાર દરમિયાન મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તેથી ચાલીને જઈ રહેલી મહિલાને ટેમ્પાએ પાછળથી ટક્કર મારી

પેટલાદ તાલુકાના સંજાયા વડતાલ રોડ ઉપર આવેલી સ્કુલ પાછળ ટેમ્પા ચાલકે ગફલતભરી ટેમ્પો હંકારી રસ્તેથી પસાર થતી મહિલાને ટક્કર મારતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.

સંજાયા ગામે કોલોની વિસ્તારમાં રહેતા શાંતાબેન રાયસિંગભાઈ પરમાર ગઈકાલે બપોરે પોતાના ઘર નજીક રોડ ઉપર ચાલીને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુરઝડપે આવતા ટેમ્પા (નં. GJ-7-tv-2163)ના ચાલકે પોતાનો ટેમ્પો ગફલતભરી રીતે હંકારીને રસ્તેથી ચાલીને જઈ રહેલા શાંતાબેનને ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તેઓએ તાત્કાલિક શાંતાબેનને સારવાર માટે ચારુસેટ હોસ્પિટલ ચાંગા ખાતે મોકલી આપ્યા હતા. જોકે, સારવાર દરમિયાન શાંતાબેનનું મોત નીપજ્યું હતું.

આ અંગે મહેશભાઈ રાયસિંગ પરમારે મહેળાવ પોલીસ મથકે ટેમ્પી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 279, 337, 304(અ), એમવી એક્ટ 177,184 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...