અકસ્માત:આણંદમાં રખડતી ગાયે બાળકને અડફેટે લઇ ફંગોળ્યું

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોટેશ્વર તળાવ પાસેનો બનાવ

આણંદ નગર પાલિકાએ શહેરમાં આતંક મચાવતી રખડતી ગાયો પકડવાની કામગીરી સબ સલામત હોવાનું માની એકાએક બંધ કરી દીધી છે.ત્યારે શહેરના લોટેશ્વર તળાવ પાસે રખડતી ગાયે તોફાન મચાવી રમતા બાળકને અડફેટે લઇ ફંગોળી દેતા ઇજા થઇ હતી. આજુ બાજુ વિસ્તારના રહીશોએ દોડી જઇ ગાયને ભગાડી મૂકી હતી. જો કે આ સમયે રખડતી ગાયે નાસભાગ કરી મૂકતા દુકાનદારો, રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નગર પાલિકાએ ચાર માસથી શહેરમાં રખડતી ગાયો પકડવાની કામગીરી બંધ કરી દીધી છે.જેના લીધે શહેરના પશુપાલકો રીતસરના ફાવી ગયા હોવા તેમ વહેલી સવારથી માર્ગો પર રખડતી ગાયો છોડી દેતા હોય છે. ગુરૂવારે શહેરના લોટિયા ભાગોળ પાસે આવેલા લોટેશ્વર તળાવ નજીક માર્ગ પર પસાર થતાં નાના બાળકને રખડતી ગાયે અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આ અંગે આજુબાજુ વિસ્તારના સોમાભાઇ પરમારે સહિત અન્ય રહીશોએ જણાવ્યું હતું કે, આણંદ પાલિકાએ રખડતી ગાયો પકડવાની કામગીરી શરૂ કરી દેવી જોઈએ.જો કે રખડતી ગાયોનો ત્રાસ વધી રહ્યો છે.માર્ગો પર ગાયો અડીગો જમાવી દેતી હોય વાહનચાલકો સહિત રાહદારીઓ હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...