તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામ ન થતાં બિનઉપયોગી:બાકરોલમાં બે વર્ષથી તૈયાર થયેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હાલતમાં

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14 કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્લાન્ટની માત્ર 1.5 કિમી પાઇપ લાઇનનું કામ ન થતાં બિનઉપયોગી પડી રહ્યો

ગટરના ગંદા પાણીને શુધ્ધ કરીને ઉપયોગમાં લઇ શકાય તેવો બાકરોલમાં 14 કરોડ ઉપરાંત ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે.ત્યારે વેસ્ટ પાણીને બહાર કાઢીને પાણીની પાઇપ લાઇન ખર્ચ વધી જતાં છેલ્લા બે વર્ષથી બાકરોલ સુએઝ પ્લાન્ટ ચાલુ થઇ શકયો નથી. જો કે બાકરોલના રહીસોએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવા માટે વારંવાર રજૂઆતો પણ કરી છે.

બાકરોલ ગામના પૂર્વનગર સેવક અલ્પેશ પઢિયારે જણાવેલ કે, વહીવટી તંત્ર દ્વારા 14 કરોડ ઉપરાંતના ખર્ચે બાકરોલ સીમ વિસ્તારના છેવાડા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.જેમાં દરરોજ 10 હજાર ઉપરાંત લીટર શુધ્ધ પાણી થઇ શકે છે. તંત્ર દ્વારા હાલમાં સુએઝ પ્લાન્ટ બનાવીને દેવામાં આવ્યો છે.

પરંતુ સુએઝ પ્લાન્ટ વેસ્ટ પાણીના નિકાલ માટે દોઢ કીમી સુધી કાંસ પાણી છોડવા માટે નવી પાઇપ લાઇન નાંખવી પડે તેમ છે. જો કે નાંણાના અભાવે વેસ્ટ પાણી નિકાલ માટેની પાઇપ લાઇન નાંખવાનો ખર્ચ પરવડે તેમ નહીં હોવાથી વહીવટી તંત્ર દ્વારા તૈયાર થઇ ગયેલો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક પણ વખત ચાલુ કર્યા સિવાય બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે.

આ અંગે વારંવાર રજૂઆત કરી છે. પણ હજુ સુધી નિકાલ આવતો નથી.પરંતુ બાકરોલ બંધ હાલતમાં ફેરવાઇ રહેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાબતે રાજય સરકારને રજૂઆત કરીને વહેલી તકે શરૂ કરવામાં તેવી નગરજનોમાં માંગ ઉઠી છે.

રાજય સરકારને પાઇપ લાઇનની ગ્રાન્ટ ફાળવવા માટે રીપોર્ટ કરવામાં આવ્યો છે
બાકરોલ તૈયાર કરવામાં આવેલ સુએઝ પ્લાન્ટમાંથી કાંસ સુધી વેસ્ટ પાણી કાઢવા માટે નવી પાઇપ લાઇન નાંખવી પડે તેમ છે. જેનો ખર્ચ વધી જતો હોય ગ્રાન્ટ ફાળવવા બાબતે રાજય સરકારને રીપોર્ટ કરવામાં આવ્યો છે. - ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર નગરપાલિકા આણંદ

અન્ય સમાચારો પણ છે...