• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Two year old Girl With A Serious Heart Condition In Bangladesh Smiled And Her Heart Started Beating Again At Karamsad Hospital.

નવજીવન મળ્યું:બાંગ્લાદેશની ગંભીર હૃદયરોગની તકલીફ ધરાવતી બે વર્ષની બાળકીના મોઢા પર હાસ્ય આવ્યું, કરમસદની હોસ્પિટલમાં બાળકીનું હૃદય ફરીથી ધબકતું કરાયું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંગ્લાદેશની બાળકી સામેયા જન્મથી જ હૃદય રોગથી પીડાતી હતી
  • બાળકીની મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશની એમ્બસીએ પરવાનગી ઝડપી કરી

આણંદમાં સરહદના સીમાડા ઓળંગી માનવતાની મહેંક પ્રસરી છે. કરમસદ ખાતે આવેલી શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં બાંગ્લાદેશની મિલિટ્રી હોસ્પિટલ દ્વારા વધુ તબીબી સારવાર માટે આણંદ મોકલવામાં આવેલી બે વર્ષની નાની બાળકીના હૃદયને કાર્ડિયોલોજી સેન્ટર દ્વારા ફરીથી ધબકતું કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશની બે વર્ષીય બાળકી સામેયાને જન્મથી જ વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અને આર્ટિયલ સેપ્ટલ ડિફેક્ટ નામની ગંભીર હૃદયરોગની તકલીફ હતી. જેના પગલે શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં કાર્ડિયો સેન્ટરમાં તેને લાવવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલના ભાનુભાઇ અને મધુબેન પટેલે સારવાર કરીને તેને હોસ્પિટલમાંથી રજા આપી હતી.

સારવાર માટે બાળકીને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું

બાંગ્લાદેશના ડૉક્ટર બ્રિગેડીયર જનરલ નુરુન્નહાર ફાતેમા, પીડીયાટ્રીક અને સ્ટ્રક્ચરલ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તથા ચીફ કાર્ડીક સર્જન મુસાખાએ વધુ સારવાર માટે બાળકીને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. બાળકીની મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશની એમ્બસી દ્વારા પરવાનગી માટેની જરુરી સહાય અને વિઝાની ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકીને કરમસદ મોકલવામાં આવી હતી.

હૃદયના છેદને દૂર કરવાની સર્જરી સફળતાપૂર્વક કરી

મહત્વનું છે કે, કરમસદના કાર્ડિયાક સેન્ટરના પીડીયાટ્રીક કાર્ડિયાક સર્જન ડૉ.વિશાલ ભેંડેએ વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટના ક્લોઝરની પ્રક્રિયા એટલે કે, હૃદયના છેદને દૂર કરવાની સર્જરી સફળતાપૂર્વક કરી હતી. જેના થકી શુદ્ધ રક્ત હૃદય સુધી પહોંચ્યું હતું અને ચાર દિવસ બાળકીને ડૉક્ટર નિરીક્ષણ હેઠળ ICUમાં રાખવામાં આવી હતી. બાદમાં તેને રજા આપવામાં આવી હતી. ફોલોઅપ સારવાર માટે બાંગ્લાદેશમાં ડૉ. ફાતિમાને જણાવ્યું હતું.

આણંદ કરમસદ હોસ્પિટલની ખ્યાતિ રાજ્ય બહાર જ નહીં પણ વિદેશમાં પણ વ્યાપેલી છે. કોરોનાની મહામારીની બીજી લહેર બાદ હવે કોરોના હળવો પડતા વિદેશથી આવતા દર્દીઓ માટે દેશના દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યાં છે. જેના કારણે બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકામાંથી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. કારણ કે તેમના દેશમાં આધુનિક સારવાર ઉપલબ્ધ નથી અને ખર્ચ પણ વધુ થાય છે. જેના પગલે બાંગ્લાદેશની બે વર્ષની નાની બાળકી હૃદયરોગની સારવાર અર્થે શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આવી હતી.

વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અને આર્ટિયલ સેપ્ટલ ડિફેક્ટ એટલે શું છે જાણો ?

વેન્ટિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ અને આર્ટિયલ સેપ્ટલ ડિફેક્ટ એટલે કે, હ્યદયમાં છેદ અને હ્યદયના વાલ્વમાં ખામી હોય છે જેના કારણે શુધ્ધ અને અશુધ્ધ લોહી ભેગું થાય છે અને શુધ્ધ લોહી હ્યદય સુધી પહોચતું નથી. આ કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.

અન્ય સમાચારો પણ છે...