તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Truck Transporting Foreign Liquor Was Seized From Manej Patiya Of Petlad Under Glass And Rs 29 Lakh Was Seized Along With 400 Cartons Of Liquor.

LCBની સફળતા:પેટલાદના માણેજ પાટીયા પાસેથી કાચની આડમાં વિદેશી દારૂની હેરફેર કરતી ટ્રક ઝડપાઈ, 400 પેટી દારૂ સાથે 29 લાખનો મુદ્દામાલ કબ્જે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુટલેગરે ટ્રકમાં પતરાંની પ્લેટો બનાવી ગોઠવી મોટા બોક્સમાં ગુપ્ત ખાનું બનાવી અંદરના ભાગે દારૂ સંતાડ્યો હતો
  • આણંદની એલસીબી પોલીસેના આધારે દારૂ, ટ્રક અને એક બુટલેગરને ઝડપી પાડ્યો

આણંદની એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે માણેજ પાટીયા પાસેથી કાચની આડમાં વિદેશી દારુ ભરેલી ટ્રક ઝડપી પાડી રૂ. 14.07 લાખની કિંમતના વિદેશી દારુની 400 પેટી ઝડપી પાડી હતી. તેમજ ટ્રક સાથે કુલ 29 લાખ 10 હજાર 550નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આરોપી ડ્રાઇવર રામસ્વરુપ ધોકલરામ બિશ્નોઇ
આરોપી ડ્રાઇવર રામસ્વરુપ ધોકલરામ બિશ્નોઇ

એલસીબી હેડકો મહિપાલસિંહને ચોક્કસ મળેલ બાતમીના આધારે ધર્મજ તારાપુર હાઈવે પર માણેજ પાટીયા પાસે દર્શન હોટલ સામે એલસીબી પીઆઈ કે.જી.ચૌધરી, પોસઈ પી.એ.જાદવ અને એલસીબી સ્ટાફે ધર્મજ તરફથી આવતી ટ્રક (નં. RJ-19-GB-5823)ને રોકી કોર્ડન કરી તલાશી લેતા ટ્રકની પાછળના ભાગે કાચ ગોઠવી અને ઉપરના ભાગે પણ કાચ ગોઠવેલા નજરે પડતાં તેની ઝીણવટભરી તપાસ કરતાં ઉપર પતરાંની પ્લેટો બનાવી ગોઠવી મોટા બોક્સમાં ગુપ્ત ખાનું બનાવી અંદરના ભાગે વિદેશી દારૂની પેટીઓ નજરે પડતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસે ચેક કરતાં ઈમ્પેરીયલ વેઈટ 248 પેટી બોટલ નંગ 3408 કિંમત રૂ, 8 લાખ 52 હજાર, જસ્ટર ઓરેન્જ વોડકા 16 પેટી બોટલ નંગ-192 કિંમત રૂ.48 હજાર, જસ્ટર ચોકો કોફી વોડકા પેટી 12 બોટલ નંગ-144 કિંમત રૂ. 36 હજાર, મેક ડોનોલ્સ નં.1, વ્હીસ્કી પેટી 115 બોટલ નંગ 1380 કિંમત રૂ. 3 લાખ 72 હજાર 600, કિંગ ફિશર બિયર ટીન 41 પેટી ટીન નંગ-984 કિંમત રૂ. 98 હજાર 400 આમ કુલ પેટી 468 બોટલ નંગ 6108 કિંમત રૂા. 14 લાખ 07 હજાર અને ટ્રકની કિંમત રૂ. 15 લાખ, મોબાઈલ, રસ્સી, તાડપત્રી સહિત કુલ રૂ. 29 લાખ 10 હજાર 550ના મુદ્દામાલ કબ્જે કરી પકડેલ ડ્રાઇવર રામસ્વરુપ ધોકલરામ બિશ્નોઇ (રહે. મુળ ગામ કાકરા તા.નૌખા જિ.બિકાનેર હાલ નૌખા કરણીમાતા મંદીર નજીક તા.નોખા જિ.બિકાનેર રાજસ્થાન) વિરૂદ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ ધરપકડ કરી છે. પેટલાદ રૂરલ પોલીસ મથકે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી એલસીબી પીએસઆઈ પી.એ.જાદવ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...