• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Truck Driver Was Robbed Near Samarkha Village In Anand, The Robbery Was Carried Out By Keeping The Car Next To The Truck And Showing A Revolver.

ફિલ્મી ઢબે લૂંટ:આણંદના સામરખા ગામ પાસે ટ્રક ડ્રાઈવર લૂંટાયો, ટ્રકની આડે કાર રાખી રિવોલ્વર બતાવી લૂંટને અંજામ અપાયો

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદમાં સામરખા ગામ નજીક એક્સપ્રેસ વેના એક્ઝીટ પાસે કારમાં આવેલા શખસોએ ટ્રકને આંતરી હતી. બાદમાં ટ્રક ચાલક અને ક્લીનરે રિવોલ્વર બતાવી તેમની પાસે રહેલા કપાસના વેપારના રૂ.8.61 લાખની સનસનીખેજ લૂંટ થવાનો બનાવ બન્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

છોટાઉદેપુરના નસવાડી ખાતે રહેતા આકબાની અમીનમહંમદ હનીફ કરિયાણા સ્ટોરની દુકાન ધરાવે છે. તેઓ ખેડૂતો પાસેથી કપાસ ખરીદી વેચવાનો વેપાર કરે છે. આથી, તેઓએ ટ્રક નં.જીજે 34 ટી 2511 ખરીદી હતી. આ ટ્રક પર રાજુ ઉર્ફે ભીમો ઉકેલ તડવીને ડ્રાઇવર તરીકે નોકરીએ રાખ્યાં હતાં. જેઓ અવાર નવાર કપાસ તેમજ અનાજ વેપારીને ત્યાંથી છેલ્લા દસ વર્ષથી ધંધા અર્થે મોકલે છે. શનિવારની રાત્રે દસેક વાગે ખેડૂતોનો ભેગો કરેલો કપાસ ટ્રકમાં ભરી વેચવા માટે હારિજ મહેસાણા અંબિકા કોટન ખાતે ડ્રાઇવર રાજુ તથા ક્લિનર સંજયને લઇને મોકલ્યાં હતાં. તેઓએ કપાસ ખાલી કરીને રૂ.8,61,132 રોકડ લીધા હતા. આ રૂપિયા લઇ નસવાડી આવવા માટે તેઓ નિકળ્યાં હતાં. દરમિયાનમાં સાંજના ડ્રાઇવર રાજુએ ફોન કરી જણાવ્યું હતું કે, હારીજથી કપાસની ગાડી ખાલી કરીને, પૈસા લઇ અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવેથી પરત નસવાડી આવતા હતા. તે વખતે ચારેક વાગે આણંદ પાસે ગાડીને કોઇ ફોર વ્હીલરવાળાએ આગળ આવીને આંતરી હતી. બાદમાં ગાડીમાંથી બે શખસ ઉતરી ગાડી પાસે આવીને રિવોલ્વર બતાવી અને બન્નેને નીચે ઉતારી દીધાં હતાં. બાદમાં જે કાંઇ પૈસા હોય તે આપી દેવા રિવોલ્વર બતાવી ધમકી આપી હતી. આથી, ડ્રાઇવર - ક્લિનર ડરી જતાં કપાસના વેપારના રૂ.8,61,132 જે ગાડીના કેબીનના બોક્સમાં મુકેલા હતા, તે બળજબરી પૂર્વક લૂંટી કારમાં ભાગી ગયાં હતાં. આ કાર સફેદ કલરની હતી અને તેમાં નંબર પ્લેટ લગાવી નહતી. આ વાત જાણી આકબાની હનીફ ચોંકી ગયાં હતાં અને તેના નાના ભાઈ અલ્તાફ તાત્કાલિક આણંદ દોડી આવ્યાં હતાં.

આ અંગે ડ્રાઇવર રાજુ અને ક્લિનર સંજયની પુછપરછ કરતાં તેઓએ લૂંટના બનાવની વાત કરી હતી. આથી, આ અંગે આણંદ પોલીસને જાણ કરતાં તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ બાદ આકબાની હનીફની ફરિયાદ આધારે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...