કોણ કોને આપશે ટક્કર?:આણંદ જિલ્લાની 7 બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ, આંકલાવમાં અમિત ચાવડા બાજી મારશે?

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આણંદ જિલ્લાની 7 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામશે.

આણંદ જિલ્લામાં ત્રણેય પક્ષના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા હવે ચૂંટણી પ્રચારનો માહોલ જામી રહ્યો છે. જિલ્લામાં કોંગ્રેસ મજબૂત છે કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ અહીં હોઈ ભાજપ માટે કપરા ચઢાણ છે.વળી ભાજપની આંતરિક જૂથબંધી પાર્ટીને નુકશાન કરી શકે છે. પાર્ટીએ જૂના ચેહેરાજ રિપીટ કર્યા હોય આગેવાનો અને કાર્યકરોમાં છૂપો અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આણંદ જિલ્લામાં ભાજપનો ગઢ ગણાતી 108 ખંભાત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મયૂરભાઈ રાવલને સ્થાનિકોનો વિરોધ સહન કરવો પડી રહ્યો છે અને સ્થાનિક આગેવાન કાર્યકરોમાં પણ ભારે અસંતોષ ભભૂકી રહ્યો છે. અહીંથી આપ પાર્ટીએ ભરત ચાવડાને ઉમેદવારી કરાવી છે.તેમજ કામદારોના આંદોલન માટે જાણીતા બનેલા મહિપતસિંહ ચૌહાણ પણ અહીંથી અપક્ષ ચૂંટણી લડવાના છે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી આણંદ જિલ્લાનો રાજકીય ઇતિહાસ...