તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:આણંદમાં વધુ 8 કેસ નોંધાતા કુલ આંક 2514 પર; નડિયાદ શહેરમાં કોરોનાના બે દર્દી નોંધાયા

આણંદ, નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ શહેર છેલ્લા અેક માસથી કોરોના દર્દીઆેની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે આણંદ શહેર સહિત જિલ્લામાં માત્ર 8 જ નવા કેસ નોધાતાં જિલ્લાનો કુલ આંક 2514 પર પહોંચી જવા પામ્યો છે.

મંગળવારે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલી યાદી અનુસાર આણંદ શહેર સહિત તાલુકામાં 7 અને બોરસદમાં 1 કેસ મળી કુલ 8 કેસ નોધાયા છે. જેમાં આણંદ શહેરના શહેરમાં રહેતાં 54 વર્ષીય મહિલા તેમજ 67 વર્ષીય વૃદ્વા ઉપરાંત કપાસી બજારમાં રહેતી 34 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે વિદ્યાનગરમાં રહેતાં 70 વર્ષીય વૃદ્વ, 49 વર્ષીય મહિલા તેમજ ઉદ્યોનગર ખાતે રહેતી 33 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આણંદના જીટોડીયા ખાતે 39 વર્ષીય મહિલા તેમજ બોરસદના દેદરડા ગામે રહેતાં 57 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.

ખેડા જિલ્લામાં એક તરફ વેક્સિનેશનના માધ્યમથી કોરોના સામે રક્ષણ મળવાની સાથે સાથે છેલ્લા લાંબા સમયથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ત્યારે મંગળવારે નડીયાદ શહેરને બાદ કરતાં એકપણ તાલુકામાં કોરોનાના દર્દી નોંધાયા ન હતા. આરોગ્ય વિભાગની સુત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે નડિયાદમાં રહેતા 30, અને 33 વર્ષના યુવકોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં બંનેની સારવાર શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો