વિધાનસભાની ચૂંટણી:આણંદ જિલ્લાની 7 વિધાનસભા બેઠક માટે છેલ્લા દિવસે 80 મળી કુલ 154 ઉમેદવારીપત્રો ભરાયા,

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાના 7 વિધાનસભા મતદાર વિભાગમાં ઉમેદવારીપત્રો ભરવાના છેલ્લા દિવસે 61 ઉમેદવારોના 80 ઉમેદવારીપત્રો ભરાયા જિલ્લામાં સાતેય મતદાર વિભાગના કુલ મળી 154 ઉમેદવારીપત્રો ભરાયા,ભરાયેલા ઉમેદવારીપત્રોની આજથી ચકાસણી કરાશે.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા.5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અન્વયે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો માટે તા. 10 નવેમ્બર 2022થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ હતી. જે અંતર્ગત ઉમેદવારી પત્રો ભરવાના આજના છેલ્લા દિવસે તા.17 નવેમ્બર 2022 ને ગુરૂવારના રોજ જિલ્લાની વિધાનસભાની 7 બેઠકો ઉપર 61 ઉમેદવારોના કુલ મળી 80 ઉમેદવારી પત્રો ભરાયા હતા.

આણંદની ખંભાત વિધાનસભા બેઠક પર આજે 8 ઉમેદવારોએ કુલ 9 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચિરાગકુમાર અરવિંદભાઇ પટેલ અને નવિનચંદ્ર ડાહયાભાઇ સોલંકીએ 1-1 ઉમેદવારી પત્ર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અરુણકુમાર કાભાઇભાઇ ગોહિલે 2 ઉમેદવારી પત્રો, પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે રોનિતકુમાર અશોકભાઇ પટેલે 1 ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય હિંદ એકતા દળના ઉમેદવાર તરીકે કૃણાલકુમાર જશવંતભાઇ પટેલે 1 ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે વિષ્ણુભાઇ રતીલાલ ચુનારા, રણજીતભાઇ કેહુભાઇ આંબલીયા અને અમરસિંહ રામસિંહ ઝાલાએ 1-1 ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી.

બોરસદ વિધાનસભા બેઠક પર આજે 8 ઉમેદવારોએ કુલ 10 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમારે 2 ઉમેદવારી પત્રો, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે અંકુરભાઇ કનુભાઇ આહિરે 1 ઉમેદવારી પત્ર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનીષભાઇ રમણભાઇ પટેલે 2 ઉમેદવારી પત્રો, રાષ્ટ્રીય હિંદ એકતા દળના ઉમેદવાર તરીકે દિપેનભાઇ નિરંજનભાઇ પટેલે 1 ઉમેદવારી પત્ર, લોગ પાર્ટીના ઉમેદવાર તરીકે સુરેશભાઇ રાવજીભાઇ ઠાકોરે 1 ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે આશિષકુમાર ઠાકોરભાઇ ભોઇ, મોહનભાઇ જીકાભાઇ રાઠોડ અને બુધાભાઇ પુંજાભાઇ પરમારે 1-1 ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી.

આંકલાવ વિધાનસભા બેઠક પર આજે 10 ઉમેદવારોએ કુલ 17 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં રાષ્ટ્રીય હિંદ એકતા દળના ઉમેદવાર તરીકે યુસુફભાઇ અભેસંગ રાજે 1 ઉમેદવારી પત્ર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમીતભાઇ અજીતભાઇ ચાવડા અને રાજકુંવરબા અમીતભાઇ ચાવડાએ 4-4 ઉમેદવારી પત્રો, આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોવિંદકુંવરબા ગજેન્દ્રસિંહ રાજએ 1 ઉમેદવારી પત્ર અને ગજેન્દ્રસિંહ હરિસિંહ રાજએ 2 ઉમેદવારી પત્રો, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે બીપીનભાઇ મણીલાલ ભેટાસીયાએ 1 ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે કેયુર પ્રવીણભાઇ પટેલ, અજીતભાઇ ચન્દ્રસિંહ રાજ, જીતેન્દ્રભાઇ માધુભાઇ સોલંકી અને પિયુષકુમાર જીતસિંહ રાજએ 1-1 ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી.

ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે 10 ઉમેદવારોએ કુલ 11 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં લોગ પાર્ટીના ઉમેદવાર તરીકે વિપુલકુમાર અશોકભાઇ ઝાલાએ 1 ઉમેદવારી પત્ર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અમરીશભાઇ હેમેન્દ્રભાઇ પટેલે 2 ઉમેદવારી પત્રો તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે સદરુંમીયા ઉસ્માનમીયા બેલીમ, બળદેવસિંહ ઉદેસિંહ પરમાર, ઘનશ્યામભાઇ નટવરભાઇ દરજી, ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણ, રમેશભાઇ રામાભાઇ ઝાલા, રાજુબેન રમેશભાઇ ઝાલા, નાજીમખાન ફકીરમહંમદ પઠાણ અને હિદાયતઉલ્લાખાન પઠાણએ 1-1 ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.

આણંદ વિધાનસભા બેઠક પર આજે 6 ઉમેદવારોએ કુલ 7 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગિરીશકુમાર હિમ્મતલાલ સેડલીયાએ 2 ઉમેદવારી પત્રો, લોગ પાર્ટીના ઉમેદવાર તરીકે ગણપતભાઇ જેસંગભાઇ વાઘરીએ 1 ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય વિકાસવાદી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રતિમાબેન શૈલેશભાઇ પરમારે 1 ઉમેદવારીપત્ર, તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે સર્ફરાજ હુસેનખાન પઠાણ, જતીનકુમાર દિનેશચંદ્ર દવે અને જશવંતભાઇ દેવાભાઇ સોલંકીએ 1-1 ઉમેદવારી પત્ર ભરી ઉમેદવારી નોંધાવી હતી.

પેટલાદ વિધાનસભા બેઠક પર આજે 11 ઉમેદવારોએ કુલ 16 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જતીનભાઇ રમેશભાઇ સોલંકીએ 1 ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય હિંદ એકતા દળના ઉમેદવાર તરીકે યાત્રિકભાઇ હરિશભાઇ શાહે 1 ઉમેદવારી પત્ર, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રકાશકુમાર બુધાભાઇ પરમારે 4 ઉમેદવારી પત્રો અને વિજ્ઞાત્રીબેન બાબુભાઈ પટેલે 1 ઉમેદવારી પત્ર, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કમલેશભાઈ રમેશભાઈ પટેલે 3 ઉમેદવારીપત્રો અને મનીષભાઈ નાનજીભાઈ ઠાકોરે 1 ઉમેદવારીપત્ર, રાઈટ ટુ રિકોલ પાર્ટીના ઉમેદવાર તરીકે સોમાભાઈ જેનાભાઈ તળપદાએ 1 ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે શરીફઅહેમદ શરીફમીયા મલેક, રિયાઝખાન અકબરખાન પઠાણ, સંજયકુમાર વિઠ્ઠલભાઈ ઠાકોર અને નટવરભાઇ શંકરભાઇ સોલંકીએ 1-1 ઉમેદવારી પત્ર ભરીને ઉમેદવારી નોંધાવી હતી.

સોજીત્રા વિધાનસભા બેઠક પર આજે 8 ઉમેદવારોએ કુલ 10 ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પુનમભાઇ માધાભાઇ પરમારે 2 ઉમેદવારી પત્રો અને વિજયસિંહ પુનમભાઇ પરમારે 1 ઉમેદવારી પત્ર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મનુભાઇ રણછોડભાઇ ઠાકોરે 2 ઉમેદવારી પત્રો, ગરવી ગુજરાત પાર્ટીના ઉમેદવાર તરીકે વસંતભાઇ રામાભાઇ બારોટે 1 ઉમેદવારી પત્ર, રાષ્ટ્રીય હિન્દુ એકતા દળના ઉમેદવાર તરીકે અમિતકુમાર ભુપેન્દ્રભાઇ પટેલે 1 ઉમેદવારી પત્ર, ગુંજ સત્યની જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નરેન્દ્રસિંહ તખતસિંહ મહિડાએ 1 ઉમેદવારી પત્ર તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે જાવેદભાઇ રઝાકભાઇ વહોરા અને મનુભાઇ જેઠાભાઇ વણકારે 1-1ઉમેદવારી પત્ર ભરી ઉમેવારી નોંધાવી હતી.

નોંધનીય છે કે, ઉમેદવારી પત્રો ભરવાના પ્રથમ દિવસથી એટલે કે, તા.10 નવેમ્બર 2022 ના દિન થી તા.16 નવેમ્બર 2022 સુધીમાં કુલ 74 ઉમેદવારી પત્રો ભરાયા હતા. તેની સાથે આજના છેલ્લા દિવસે તા.17 નવેમ્બર 2022 ના રોજ ભરાયેલા 80 ઉમેદવારી પત્રોને ધ્યાને લેતા આણંદ જિલ્લાની સાતેય બેઠક ઉપર કુલ મળી 154 ઉમેદવારીપત્રો ભરાયા છે.જેની ચકાસણી પ્રક્રિયા આજથી જ ચાલુ થશે.

અન્ય સમાચારો પણ છે...