આણંદ શહેરની બોરસદ ચોકડી પરના બ્રિજના સર્વિસ રોડ પર બળિયાદેવ મંદિર આડે આવતું હોવાથી તેને હટાવવાની કામગીરી મંગળવારે હાથ ધરવામાં આવી હતી. જોકે, આસપાસના લોકોએ તેનો વિરોધ કર્યો હતો. જેના પગલે દોડી આવેલા ઉચ્ચ અધિકારીઓએ સમજાવટથી કામ લેતા મામલો થાળે પડ્યો હતો.
આણંદના બોરસદ ચોકડી પરના બ્રિજના છેડે બળિયાદેવ મંદિર આવેલું છે. આ બ્રિજની બાજુના સર્વિસ રોડ પર આ મંદિર નડતરરૂપ હોવાથી તેને હટાવવું જરૂરી હતી. જોકે, શુક્રવારના રોડ દબાણ હટાવતા સમયે દુકાનો હટાવવામાં આવી હતી. પરંતુ સ્થાનિકોની માગણીને માન આપી તંત્રએ તે સમયે બળિયાદેવ મંદિર તોડ્યું નહતું. બાદમાં મંગળવારના રોજ મંદિર તોડવા માટે ટીમ પહોંચી હતી. જેના પગલે ફરી લોકો દોડી આવ્યા હતા અને વિરોધ કર્યો હતો. આ અંગે રાજકીય નેતાઓને દરમિયાનગીરી કરવા મોબાઇલ જોડ્યાં હતાં. પરંતુ કોઇએ રિસિવ ન કરતાં મામલો વધુ બિચક્યો હતો.આખરે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યાં હતાં અને વૈકલ્પિક જગ્યા આપવાની બાહેંધરી આપતા મામલો શાંત પડ્યો હતો. બાદમાં ભગવાનની મૂર્તિને નજીકમાં લોટેશ્વર મહાદેવમાં મુકવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.