• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • A Tanker Collided Head on With A Pedestrian In Petlad's Bharel, Killing A Passenger When A Rickshaw Overturned Near Ajarpura.

હિટ એન્ડ રન:પેટલાદના ભારેલમાં પુરપાટ ઝડપે આવેલી ટેન્કરે રાહદારીને ટક્કર મારતા મોત, અજરપુરા પાસે રીક્ષા પલટી જતા મુસાફરનું મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામની ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક ચાલક અકસ્માતનો ભોગ બન્યો
  • ટ્રક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન ટેન્કરે ટક્કર મારી

આણંદ જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પેટલાદના ભારેલ ગામની સીમમાં ધોરી માર્ગ પર આવેલી હોટલ પર ગાંધીધામ ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઇવરો ટ્રક સાથે રોકાયાં હતાં. આ સમયે એક ટ્રકનો ડ્રાઇવર રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી ટેન્કરે ટક્કર મારતાં તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે બેફામ બનેલા વાહનચાલકોને અંકુશમાં રાખવા અને મોટી દંડનાત્મક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી થઇ છે.

અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર

ગાંધીધામ ખાતે આવેલી આઈડલ મુવર્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીના ટ્રક ચાલક જનક યાદવ તેમની ટ્રક સાથે ભારેલ ગામની સીમમાં આવેલી સવેરા હોટલ પર રોકાયાં હતાં. તેમની સાથે તેમની જ કંપનીના અન્ય ટ્રક ચાલક ગૌત્તમરાય રઘુનાથ યાદવ પણ રોકાયાં હતા. ગઈકાલે બુધવારના રોજ બપોરના સુમારે ગૌત્તમ યાદવ રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. આ સમયે પુરપાટ ઝડપે ધસી આવેલી ટેન્કરે ગૌત્તમરાયને હડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો જબરજસ્ત હતો કે ગૌત્તમરાય રોડની સાઇડમાં ફંગોળાઇ ગયા હતા. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. ગૌત્તમરાયને તાત્કાલિક સારવાર માટે બોરસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મોડી સાંજે તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે જનકભાઈ યાદવની ફરિયાદ આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અજરપુરા પાસે રીક્ષાનું ટાયર ફાટતા રીક્ષા પલટી

આણંદના અજરપુરા ગામ નજીક પુરપાટ ઝડપે જતી રીક્ષાના આગળનું ટાયર તુટી જતાં રીક્ષા પલટી ગઈ હતી. જેના કારણે તેમાં સવાર મુસાફરનું મોત નિપજ્યું હતું. અજરપુરાના મીનરલ વોટરના પ્લાન્ટ પાસે 14મી સપ્ટેમ્બરની વહેલી સવારે રીક્ષા ચાલકની બેદરકારીના કારણે આગળનું ટાયર તુટી ગયું હતું. જેના કારણે રીક્ષા પલ્ટી જતાં તેમાં સવાર ગુરૂભાઈ સ્વામી દયાનંદગીરી અલખગીરીને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યા તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...