તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:એક વિદ્યાર્થીને માસ પ્રમોશન નામંજૂર, આજે પરીક્ષા આપશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 4255 છાત્રોએ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી હતી

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મંજૂર ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે 12 ઓગસ્ટથી ગાંધીનગર ખાતે પરીક્ષા લેવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે વિદ્યાનગરની આરપીટીપી સાયન્સ સ્કુલમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ આ માટે તૈયારી બતાવી છે. નોંધનીય છે કે, અગાઉ જિલ્લામાં ધો. 12માં 4255 વિદ્યાર્થીઓને સાયન્સમાં માસ પ્રમોશન અપાયું હતું.

જોકે, એ પછી વિભાગ દ્વારા જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ન જોઈતું હોય તેવા વિદ્યાર્થીઓ માટે અલગથી ગાંધીનગર ખાતે પરીક્ષા લેવાનું આયોજન કર્યું હતું. દરમિયાન, આણંદ જિલ્લાની શાળાઓમાંથી માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓમાંથી કોણ પરીક્ષા આપશે તેની યાદી તૈયાર કરાઈ હતી. જે પૈકી આણંદ જિલ્લામાંથી વિદ્યાનગરની આરપીટીપી સાયન્સના બે વિદ્યાર્થી, ગુજરાતી માધ્યમના પટેલ મીત નરેન્દ્ર અને અંગ્રેજી માધ્યમના મહેશ્વરી વરૂણ રાજેન્દ્રકુમારે ફોર્મ ભરી તૈયારી બતાવી હતી. ફોર્મ પરત ખેંચવાના છેલ્લાં દિવસે મીત પટેલે ફોર્મ પરત ખેંચી માસ પ્રમોશનમાં પોતાને મળેલા પરિણામને મંજૂર રાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...