આવેદન:જેટકોના આઉટ સોર્સિંગ કર્મીઓની પગાર ધોરણ બદલવા ઉગ્ર માંગ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટ કર્મીઓને માત્ર 8 હજાર ફિક્સ પગાર સામે રોષ
  • પગાર વધારા સહિત 10 માંગણીઓ અંગે આવેદન

66 કેવી સબ સ્ટેશન કરમસદના આઉટ સોર્સિંગના કર્મચારીઓ ભેગા મળીને પગાર વધારો, સરકારી લાભો સહિતની 10 માંગણીઓ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને સત્વરે પ્રશ્ન હલ માંગ કરી હતી. ગુજરાત એનર્જી ટ્રાન્શમીશન કોર્પોરેશન( જેટકો) કંપનીમાં 66 કેવી સબ સ્ટેશનમાં ફરજ બજાવતાં આઉટ સોર્સિગ એટલે કે કોન્ટ્રાકટ બેઝ કામ કરતાં કર્મચારીઓ છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવે છે. પરંતુ પગાર ધોરણમાં કોઇ વધારો કરવામાં આવતો નથી.

તેમજ વીમા સહિતના લાભથી વંચિત હોવાથી આપત્તિના સમયે અનેક મુશ્કેલીઓ પડે છે. તેને ધ્યાને લઇને 66 કેવી સબ સ્ટેશન કરમસદ ખાતેના કોન્ટ્ાકટ બેઝના કર્મચારીઓ એકત્ર જઇને જેટકોના સુપ્રિટેન્ડન્ડ આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તેમજ નડિયાદ મેઇન બ્રાન્ચમાં લેખિતમાં રજૂઆત કરીને પ્રશ્ન હલ કરવાની માંગ કરી છે. તેમ છતાં પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...