કાર્યવાહી:આણંદમાં 15 લાખની કિંમતનું કન્ટેઇનર ઉઠાવી ગયેલો તસ્કર પકડાયો

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઘાસીના ખેડૂત ભુવન પાસેથી તસ્કર કન્ટેઇનર ચોરી ગયો હતો

આણંદના વઘાસી ગામે ખેડૂત ભુવન પાસે પાર્ક કરેલા કન્ટેઈનરની ગામમાં રહેતા શખસે ચોરી કરી હતી. આ અંગે કન્ટેઇનરના માલીકે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તેને સામરખા હાઈવે પરથી પકડી પાડ્યો હતો.

વઘાસી ગામના સરદાર ચોકમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં નવનીતકુમાર પરષોત્તમભાઈ પટેલ પાસે પાંચ કન્ટેઈનર છે. જેમાં એક કન્ટેઇનર 9મી જૂન, 21ના રોજ ગામના ખેડુત ભુવન બંગલાની સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કર્યું હતું. તેઓ સાડા અગીયાર વાગે મંદિરમાં દર્શન કરવા ગયા તે સમયે તેઓને જાણવા મળ્યું હતું કે, તેઓની કન્ટેઈનર ગાડી ભાથીજી મંદિર પાસે ઉભી છે અને તેનાથી ઈલેક્ટ્રીક વાયર તુટી ગયો છે. જેથી તેઓએ તપાસ કરતા આ કન્ટેઈનર ભાથીજી મંદિર પાસેથી કોણ લઈ ગયું હતું? તે જાણવા મળ્યું નહી.

આ દરમિયાનમાં બપોરે સાડા બાર વાગે નવાપુરા પ્રાથમિક શાળા પાસે રહેતો જીજ્ઞેશભાઈ કાભઈભાઈ પરમાર 15 લાખ રુપિયાની કિંમતના કન્ટેઈનરની ચોરી કરી લઈ ગયો હતો. જેથી આ બનાવ અંગે નવનીતકુમાર પરષોત્તમભાઈ પટેલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આણંદ પોલીસનો સ્ટાફ આ ચોરી કરાયેલ કન્ટેનરની તપાસમાં હતા જે દરમિયાન માહિતી મળી કે, ગુનાના કામે ચોરાયેલા કન્ટેનર ડાકોર બાજુથી આણંદ બાજુ આવે છે. જે માહિતી આધારે સામરખા ગામ પાસે વોચ તપાસમાં હતાં. તે દરમિયાન ઉપરોકત નંબર વાળુ કન્ટેનર આવતાં તેને ઉભુ રખાવી કન્ટેનર ચાલકને નીચે ઉતારી તેનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ જીગ્નેશભાઇ કાભઇભાઇ પરમાર (રહે. વઘાસી)નો હોય અને પોતે આ કન્ટેનર વઘાસી ગામેથી ચોરી કરેલ હોવાનુ જણાવતા તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...